Abtak Media Google News

ટ્રાવેલ બજારમાં સહેલાણીને સમર ફેમીલી ટુર પેકેજીસ પર વ્યકિતદીઠ રૂા. ૧૦,૦૦૦ નો ફાયદો: ઘણા ફરવાના શોખીનોએ પેકેજીસ બુક કરાવી સ્કીમનો લાભ લીધો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતભરના લોકો હરવા ફરવાના શોખીન હોય છે. ત્યારે હરવા ફરવાની શોખીન જનતા માટે રાજકોટમાં ગઈકાલના રોજ ઈમ્પીરીયલ હોટેલ ખાતે ટ્રાવેલ બજારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.  જેમાં ઈન્ટરનેશનલ અલ્ટ્રા પ્રિમીયમ સમર ફેમીલી ટુર પેકેજીસ પર વ્યકિતદીઠ રૂા. ૧૦,૦૦૦ નો ચોખ્ખો ફાયદો આપવામાં આવ્યો છે. જેમાં ઈન્ટરનેશન ડેસ્ટીનેશન યુરોપ, સીંગાપોર, મલેશીયા, દુબઈ, ઓસ્ટ્રોલીયા સહિતના પેકેજીસ પર ઓફર આપવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ આવી ઈન્કવાયરી કરી પેકેજીસ બુક કરાવ્યાં હતા.  આ ટ્રાવેલ બઝારનું આયોજન ફેસ્ટીવ હોલીડે અભીનવભાઇ, વ્યાસ ટુર્સ જીતેન્દ્રભાઇ, આરવી હોલીડેઝ વિમલભાઇ, રોયલ ટુર્સ કેયુરભાઇ દ્વારા કરવામાં આવ્યું હતુ.

સૌરાષ્ટ્રમાં અમારા જેવા પેકેજીસ અન્ય કયાંય ઉપલબ્ધ નથી: ઓર્ગેનાઈઝર્સ

અબતક સાથેની વાતચિત દરમિયાન ટ્રાવેલ બજારના ઓગ્રેનાઈઝરોએ જણાવ્યુ હતુ કે સમર વેકેશન નજીક આવી રહ્યુ છે. ત્યારે કાઠીયાવાડમાં લોકો ફરવા જવાનું વધુ પસંદ કરે છે. ત્યારે અમે ઈમ્પીરીયલ પેલેસ હોટેલ ખાતે અમારા અલ્ટ્રા પ્રિમીયમ પેકેજીસને લોંચ કરી રહ્યા છીએ. જેમાં અમારી સ્પેશ્યલ ઓફર-ડિસ્કાઉન્ટ બધા પેકેજ ઉપર વ્યકિતદિઠ દસ હજારનો ચોખ્ખો ફાયદો આવ્યો છે. જેમાં આજે સ્યેશ્યલ ઓફર આપવામાં આવી છે. અલ્ટ્રા પ્રિમીયમ પેકેજીસ જે પ્રિમીયમ કરતા વધુ જેમાં અમે વર્લ્ડની બેસ્ટ સિંગાપોર એરાલાઈન્સ લઈ આવ્યા છીએ. ઉપરાંત નવા ડેશટીનેશન યુરોપ ફિકસ ડીપાર્ટર ઓસ્ટ્રેલીયા, સિંગાપુર, મેલશિયા, દુબઈ વગેરે છે. સૌરાષ્ટ્રમાં અમારા જેવા પેકેજીસથી જે ખાસિયત છે. તે બીજી જગ્યાએ ઉપલબ્ધ નથી. આ વખતે  લોકો યુરોપ, સિંગાપુર, મલેશીયા જવાનું વધુ પસંદ કરે છે.

આ સમરમાં અમારા પંદર ફિકસ ડિપાર્ચર છે. જેમાં ફલાઈટ, હોટેલ સહિતની સુવિધા આપીએ છીએ. જે હોટેલ યુઝ કરીએ તેમાં પ્રિમીયમ જ ઉપયોગ કરીએ.

જયારથી  અમે આ ઓફર બહાર પાડી ત્યારથી લોકોના ઈન્કવાયરી કોલસ શરૂ થઈ ગયા અને ૧૭ થી વધુ ફેમેલીના બુકિંગ થઈ ગયા આજે પણ બહોળી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. અને બુકિંગ કરાવી રહ્યા છે. વધુમાં વાત કરતા જણાવ્યુ હતુ કે જનરલી પેકેજીસમાં જે આપવામાં આવ્યુ છે. તે આપીએ ઉપરાંત કોઈને વધુ જોઈતુ હોય તો જેમ કે કોઈને સાઈટસીનની જરૂરત છે. તો તેને પુરૂ પાડીએ છીએ.

અત્યારે ટેકનોલોજીના યુગમાં બધુ જ ઓનલાઈન થઈ ગયુ છે. ત્યારે જે-તે વ્યકિત હોટેલ, કાર વગેરે બુક કરાવી શકે. પરંતુ તેમાં આઉટ ઓફ ઈન્ડિયા જાય તો કરનસી, ફુડ, હોટેલમાં સમસ્યા પડતી હોય ત્યારે જો ટ્રાવેલ એજન્સી મારફતે જાય તો તેને ફલાઈટ થી લઈ પરત ફરીને આવી જાય ત્યાં સુધીની બધી જ સુવિધાઓ આપવામાં આવે છે.

અહીં પેકેજીસ રિઝનેબલ તેમજ તમામ સુવિધા સાથે મળે છે : હિતેષભાઈ પટેલ

Vlcsnap 2020 02 01 20H36M28S109

અબતક સાથેની વાતચિત દરમિયાન હિેતેષભાઈ પટેલએ જણાવ્યુ હતુ કે આ વખતે સમર વેકેશનમાં અમારે ફેમિલી સાથે યુરોપ ફરવા જવું છે. તે માટે આજે ટ્રાવેલ બજારમાં આવ્યો છુ. હું ઘણા સમયથી ટ્રાવેલ બજાર દ્વારા જે પેકેજીસ આપવામાં આવે તેની સાથે જ ટ્રાવેલીંગ કરીએ છીએ.

હું આ પહેલા દુબઈ, સિંગાપોર જઈ આવ્યો છુ. અમને જે પેકેજીસ આપવામાં આવે છે. તે રિઝનેબલ ઉપરાંત અહિયાથી જે રીતે હોટેલ, આઈટસીન વગેરે જે વાત કરવામાં આવી હોય તેવુ જ મળે છે અને બધી જ સુવિધા મળી રહે છે. તેથી અમે દર વખતે ટ્રાવેલ બાજાર સાથે જ જઈએ છીએ.

ટ્રાવેલ એજન્ટો પ્રોફેશનલ નહિ પરંતુ ફેમીલી જેવુ એટમોસ ફીયર ઉભુ કરે છે : અનિલભાઈ પટેલ

Vlcsnap 2020 02 01 20H39M14S240

અબતક સાથેની વાતચીત દરમીયાન અનિલભાઈ પટેલએ જણાવ્યુ હતુ કે હું ટ્રાવેલ બજાર સાથે ઘણી બધી જગ્યાએ ફરી ચુકયો છુ. અમારા ૨૦ લોકોનું ગ્રુપ છે. અમે બધા સાથે જ દર વખતે ફરવા જઈએ છીએ. ત્યારે આ વખતે અમારા ગ્રુપને યુરોપ જવાની ઈચ્છા છે. તેથી હું ટ્રાવેલ બજારમાં આવ્યો છુ. જેમાં સારૂં એવુ ડિસ્કાઉન્ટ મળી રહયુ છે. ટ્રાવેલ બજાર સાથે જવાનો ફાયદો એ છે કે અહિંયા જે પેકેજીસ આપવામાં આવે જે હોટલ, સાઈટસીન સહિતની જે વાતચીત કરવામાં આવે તો તે સ્પોટ પર પણએ જ મળી રહે ઉપરાંત જયારે જરૂરત હોય તો અમને સપોર્ટ પણ કરે છે. ટ્રાવેલ એજન્ટો પ્રોફેશનલ નહી પરંતુ ફેમીલી એટમોસફીયર ઉભુ કરે છે અને તેઓ અમને ખુબ જ સપોર્ટ કરે છે. તેથી આજે હું બુકીંગ કરાવવા આવ્યો  છુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.