Abtak Media Google News

મ્યુ.કમિશનર બંછાનિધિ પાની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં  ઉદ્ઘાટન

સરગમ લેડિઝ કલબના ઉપક્રમે સતત ૨૦માં વર્ષી બહેનો માટેના સમર ટ્રેનિંગ કલાસનું આયોજન કરવામાં આવે છે. આ સમર ટ્રેનિંગ કલાસનો ઉદઘાટન સમારોહ મ્યુ.કમિશનર બંછાનિધિ પાની સહિતના મહાનુભાવોની ઉપસ્િિતમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહેમાનોએ તાલીમ લેવા આવેલી બહેનોને કલા પ્રત્યે વધુને વધુ ‚ચી કેળવવા અને લાઈફને લાઈવ બનાવવનીહોય તો કલા શીખવા અનુરોધ કર્યો હતો. મોટી ટાંકી ચોકમાં આવેલી કોટક સ્કૂલમાં સરગમ લેડિઝ કલબ દ્વારા સમર ટ્રેનિંગ કલાસનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને રાજ બેન્ક, બાન લેબ, મહાવી સેવા ટ્રસ્ટ તા રાધિકા જવેલર્સ, જોહર કાર્ડઝ વગેરેનો સહયોગ પ્રાપ્ત યો છે. આ સમર ટ્રેનિંગ કેમ્પમાં ૧૧૦૦ જેટલી બહેનો ભાગ લઈ રહી છે.

આ સમર ટ્રેનિંગ કલાસીસનું ઉદઘાટન મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ કર્યું હતું. આ પ્રસંગે મહાવીર સેવા ટ્રસ્ટના ચેરમેન ચંદ્રકાંતભાઈ શેઠ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, રાજ બેન્કના સીડીઓ કમલભાઈ ધામી, જોહર કાર્ડના યુસુફભાઈ માકડા, રાજકોટ કેળવણી મંડળના ટ્રસ્ટી નવીનભાઈ ઠક્કર ઉપરાંત લેડિઝ સલાહકાર સમિતિના સભ્યો જયોતિબેન રાજયગુ‚, લતાબેન તન્ના, જયશ્રીબેન સેજપાલ, ચંદ્રિકાબેન ધામેલિયા, કાંતાબેન કરિીયા, રેણુકાબેન યાજ્ઞિક, કાશ્મીરાબેન નવાણી અને માલાબેન કુંડલીયા વગેરે ઉપસ્તિ રહ્યાં હતા.

પોતાના પ્રવચનમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, રાજકોટની કોઈપણ બહેનો માત્ર ટોકનદરે જુદા જુદા વિષયોની તાલીમ લઈ શકે છે. આ સમર ટ્રેનિંગ કલાસમાં નિષ્ણાંત ટયુટરો દ્વારા વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે જે ભવિષ્યમાં બહેનોને ઘણી ઉપયોગી ાય છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માલાબેન કુંડલીયાએ કર્યું હતું. સ્વાગત પ્રવચન ડો.ચંદાબેન શાહે કર્યું હતું. જયારે આભારવિધિ અલ્કાબેન કામદારે કરી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મંત્રી મૌલેશભાઈ પટેલ, ખજાનચી સ્મીતભાઈ પટેલ ઉપરાંત લેડિઝ કલબના ચેરપર્સન ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, રેશમાબેન સોલંકી, અલ્કાબેન કામદાર, જયશ્રીબેન રાવલ, જશુમતીબેન વસાણી, સુધાબેન ભાયા, વિપુલાબેન હિરાણી, ભાવનાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, હંસાબેન યાજ્ઞિક, આશબેન જોશી, દેવસ્મીતાબેન શાહ, રીટાબેન વેકરીયા, હિનાબેન ઠુમ્મર, ભાવિતાબેન મહેતા, ઉર્વશીબેન ટાંક વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે. આ કેમ્પમાં જોડાવા માંગતા કોઈપણ બહેનોને કોટક સ્કુલ ખાતે સાંજે ૫ વાગ્યે સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.