શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતા રધુવંશી પરિવારના બહેનો, બાળકો અને સીનીયર સીટીઝનના સર્વાગી વિકાસ માટે સતત કાર્યરત લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા કરણપરા ચોક, કેશરીયા વાડી ખાતે સમર કાર્નીવલ અંતર્ગત સીઝનેબલ અથાણા વિવિધ વાનગીઓનાં ડેમોસ્ટ્રેશન, સંગીતમય હાઉસી સહીતની સરપ્રાઇઝ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉ૫સ્થિત રહી આનંદ માણ્યો હતો.અબતક સાથેની વાતચીત દરમિયાન ઇન્દીરાબેન શિંગાળાએ જણાવ્યું હતું કે કેશરીયા વાડી ખાતે સમર કાર્નીવલ અંતર્ગત મ્યુઝીકલ હાઉસી સીઝનેબલ અથાણા જેમાં ભાગ લેનાર બહેનો દ્વારા અથાણા બનાવી લઇ આવ્યા હતા. તથા અમારા જજ દ્વારા તેનું જજીંગ કરવામાં આવશે. તથા અનેક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. અથાણાની સ્પર્ધામાં ૩૦ જેટલી બહેનોએ ભાગ લીધો છે. તથા હાઉસીંમાં બોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો છે.
Trending
- સ્વેત સુંદરી મોનલ ગજ્જર….
- રાજ્યની ચાર ખાનગી યુનિવર્સિટી પણ કોમન એન્ટ્રન્સ ટેસ્ટથી પ્રવેશ આપશે
- કોમન પ્રવેશ પોર્ટલ માટે દરેક યુનિવર્સિટીમાં હેલ્પ સેન્ટર શરૂ કરો: નિદત્ત બારોટ
- રાશિ ખન્નાનો ગોલ્ડ કાતિલ લુક!!!
- તેજસ MK-1A ની પ્રથમ ઉડાન સફળ, દુશ્મનો માટે ઘાતક સાબિત થશે
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભગો! એમ.કોમ-4ની પરીક્ષાના બે ટાઈમ ટેબલ
- અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ સમાજ માટે જોખમી
- ગોકુલ હોસ્પિ.માં આધુનિક AI ટેકનોલોજી સાથેના એમ.આર.આઈ. મશીનનું ભાઈશ્રીના હસ્તે ઉદ્ઘાટન