જીત કરતાં હારની શીખ મોટી

જીવનને દરેક ક્ષણ બદલાવો

અટક્યાં વગર તેને સફળ બનાવો

તેનાથી બનશે તમારી જિંદગી ખાસ

જે ઓળખ કરાવશે તેમને તમારી

ક્યારેક જીતી અનેકના દિલ

ક્યારેક ભૂલી વિતેલી પ્રીત

ક્યારેક સમજી નવી જીત

ક્યારેક સ્પર્શી વાતની રીત

આ જીવનના સફરમાં દરેક શોધે

એક સફળ માર્ગ  જેથી તે ભૂલે

દરેક જીવનની થય ગયેલ વાત

કોઈ માટે તે ખાસ

કોઈ બનાવે તેને એક માર્ગ

નિષ્ફળતા થકી હોય છે એકએક રાહ

ક્યારેક કોઈ શોધે તો બનાવે તેને સાથ

ભૂલો સાથે ચાલી વધો આગળ

કારણ , તે જ છે જીવનનો સાચો સાથ

બનાવે તે દરેકના જીવનનો એક સાર.

Loading...