ચીન સરહદ નજીક ભારતનું સુખોઈ-૩૦ એરક્રાફટ ગુમ

Sukhoi-Su-30-IAF
Sukhoi-Su-30-IAF

વાયુ સેનાના બે પાયલોટ સો નીકળેલા સુખોઈ-૩૦નો આસામમાં સંપર્ક કપાયા

ભારતના વાયુદળમાં શ્રેષ્ઠ ગણાતું સુખોઈ-૩૦ એરક્રાફટ આજે ચીન સરહદ નજીક એકાએક લાપત્તા તા વાયુદળ દ્વારા શોધખોળ શ‚ કરવામાં આવી છે.

આસામના લખીમપુર જિલ્લાના નારાયણપુર વિસ્તારમાં આજરોજ ભારતીય વાયુદળના સુખોઈ-૩૦ વિમાનનો રડારમાંી સંપર્ક કપાઈ ગયો હતો. આ વિમાનમાં વાયુસેનાના ૨ પાયલોટ સવાર હતા. પર્વતીય વિસ્તારમાં ચીન સરહદ પાસે ગુમ યેલા વિમાનને શોધવા તંત્ર સતર્ક ઈ ગયું છે.આસામનો ચીન સરહદનો આ વિસ્તાર પર્વતોી ઘેરાયેલો છે. છેલ્લા ઘણા સમયી ભારત અને ચીન વચ્ચે તંગદીલી જોવા મળી રહી છે. તાજેતરમાં જ વાયુદળના પ્રમુખ દ્વારા વાયુ સેનાને સજાગ રહેવા ચેતવણી અપાઈ હતી. ત્યારે આજરોજ ચીન સરહદ નજીક જ ભારતીય વાયુસેનાના સુખોઈ-૩૦ વિમાન પાયલોટ સો ગુમ તા અનેક તર્ક-વિતર્કો ઈ રહ્યાં છે.

Loading...