Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે સુજલામ – સુફલામ જળ અભિયાન અંતર્ગત સ્વર્ણીમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજાએ માનસર તળાવ ઊંડુ કરાવવાના કાર્યનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં કાર્યવાહક અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં ઓછા વરસાદના કારણે પાણીની જે પરિસ્થિતિ ઉભી થઈ છે.

Img 7798તેને જળસંચયના કાર્યો દ્વારા અવસરમાં પલટાવવા માટે રાજ્ય સરકારે સુજલામ – સુફલામ જળ અભિયાન દ્વારા આગવા પ્રકારનું કાર્ય આરંભ્યું છે. વર્ષ ૨૦૦૧ થી આ સરકારે પાણીને રોકવાના અને પાણીને બચાવવાના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યા છે, તેમ જણાવી તેમણે ઉમેર્યું હતુ કે, આ વર્ષો દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જળસંચયની અનેકવિધ કામગીરીની સાથે નર્મદા ડેમનું કાર્ય પૂર્ણ કરી હજારો કિલોમીટરની પાઈપલાઈનો મારફત છેવાડાના વિસ્તારો સુધી નર્મદાના નીર પહોંચાડી લોકોની તરસ છીપાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે.

Img 7799ગુજરાતમાં સુજલામ – સુફલામ જળ અભિયાન દ્વારા જળ બચાવવાના કાર્યમાં જન ભાગીદારી જોડીને સરકારે જળસંચય માટેનું અભિનવ કાર્ય આરંભ્યું છે, તેનો ઉલ્લેખ કરતાં કાર્યવાહક અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં આ અભિયાનના માધ્યમ થકી ૪૦૦૦ કરતાં વધુ તળાવો ઊંડા કરવાની સાથે ૫૦૦૦ કિ.મી. થી વધુ લંબાઈની કેનાલોની સફાઈની કામગીરી પણ હાથ ધરાશે. આ ઉપરાંત સીમ તળાવો – ચેક ડેમ વગેરેની કામગીરી થકી જળને બચાવવાની ઝૂંબેશ હાથ ધરીને પાણીને નિરર્થક વહી જતું અટકાવવાનું યજ્ઞકાર્ય આરંભાયું છે. આ પ્રસંગે ધ્રાંગધ્રાના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.