Abtak Media Google News

ભાજપ દ્વારા વોર્ડવાઇઝ મીટીંગનો ધમધમાટ: વોર્ડ નં.૯ માં બેઠક યોજાઇ

ગુજરાતની પાણીની સમસ્યા હલ કરવા માટે પ્રગતિશીલ સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ગુજરાત સ્થાપના દિનથી તા.૩૧ મે સુધી જળ સંચયના આશયથી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત મનપા દ્વારા તા.પ ને શનિવારે નવા રીગરોડ પર રેસકોર્ષ-ર ખાતે સવારે ૯ કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રેસકોર્ષ ફેસ-ર પર હયાત તળાવને ઉડુ ઉતારવાનો પ્રારંભ કરવાનો કાર્યકમ યોજાશે આ કાર્યક્રમમાં બહોળી સંખયામાં કાર્યકર્તાઓ ઉમટી પડશે ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડમાં વોર્ડવાઇઝ બેઠકો યોજવામાં આવી રહી છે તે અંતર્ગત શહેરના વોર્ડ નં.૯ ના જળ સંચય અભિયાન અંતર્ગત પૂર્વ તૈયારી માટે એક શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ બેઠક યોજાઇ હતી.

તકે વોર્ડ નં.૯ ના મહામંત્રી આશીષ ભટ્ટ, કોર્પોરેટર રુપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા તેમજ મહીલા મોરચાના શહેર મંત્રી દક્ષાબેન વસાણી, શહેર યુવા ભાજપ મંત્રી કુલદીપસિંહ જાડેજા, પ્રવીણભાઇ મારુ, રક્ષાબેન વાયડા, મનીષાબેન માકડીયા, જાગૃતિબેન ભાણવડીયા, સહીતના બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતાં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.