Abtak Media Google News

રાજકોટમાં રેસકોર્સ-૨નું તળાવ ઉંડુ ઉતારવાના કામનો આરંભ કરાવતા મુખ્યમંત્રી

ગુજરાત સરકાર દ્વારા ગત ૧લીમેથી રાજયવ્યાપી સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે ભુતકાળ બની જાય તે માટે તળાવ, ચેકડેમ, નદીઓને ઉંડુ ઉતારવામાં આવી રહ્યા છે. આજે માદરે વતન રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ શહેરના સેકન્ડ ૧૫૦ ફુટ રીંગ રોડ પર નિર્માણાધીન રેસકોર્સ-૨ ખાતે હયાત તળાવને ઉંડુ ઉતારવાના કામનો શુભારંભ કરાવ્યો હતો. આ તકે તેઓએ એક જંગી જાહેર સભાને સંબોધતા રાજકોટવાસીઓને પાણીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પાણીએ પરમાત્માનો પ્રસાદ છે અને તેનો ખુબ જ કરકસરયુકત ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં પાણીની સમસ્યા ભુતકાળ બને તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ રાજયવ્યાપી સુજલામ-સુફલામ જળ સંગ્રહ અભિયાનનો આરંભ કરાવ્યો છે. રાજય સરકારના કેબિનેટ મંત્રી, રાજયકક્ષાના મંત્રી, બોર્ડ નિગમના ચેરમેન તથા સચિવો સહિતના રાજયભરમાં તળાવો, નદીનાળા, ડેમ-ચેકડેમને ઉંડા ઉતારવાની કામગીરીનો આરંભ કરાવી રહ્યા છે ત્યારે આજે રાજકોટની મુલાકાતે આવેલા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ સવારે શહેરની ભાગોળે નિર્માણાધીન ૪૫ એકર જમીનમાં વિસ્તરાયેલી, વિસ્તારમાં હયાત તળાવને ઉંડા ઉતારવાના કામનો આરંભ કરાવ્યો હતો. આ તળાવની હયાત ઉંડાઈ સાડા ત્રણ મીટર જેટલી છે જે છ મીટર સુધીની કરવામાં આવશે. રેસકોર્સ-૨માં તળાવ ઉંડુ ઉતારવાના કામનો આરંભ કરાવ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ એક જંગી જાહેરસભાને સંબોધતા પાણીનું મહત્વ લોકોને સમજાવ્યું હતું. તેઓએ ઉમેયુર્ં હતું કે, પાણીએ પરમાત્માનો પ્રસાદ અને દરેક વ્યકિતએ મહામુલા પાણીનો ખુબ જ કરકસરયુકત ઉપયોગ કરવો જોઈએ. સુજલામ-સુફલામ જળસંગ્રહ અભિયાનથી ગુજરાતમાં દુષ્કાળ ભુતકાળ બની જશે. જળાશયો ઉંડા ઉતારવાથી જળસંગ્રહ શકિતમાં વધારો થશે અને પાણીની હાડમારી ઘટશે. આ અભિયાન દરમિયાન જળાશયોમાંથી નિકળતા કાંપથી ખેતીની જમીનની ફળદ્રુપતા પણ વધશે.

રાજય સરકાર સમગ્ર ગુજરાતમાં જળાશયો-તળાવો ઉંડા કરવા માટે જળસંચય અભિયાન હાથ ધરવામાં આવેલ છે તે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા પણ એક વિરાટ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પૂર્વ ઝોન વિસ્તારમાં લાલપરી-રાંદરડા તળાવ છે એવી રીતે પશ્ર્ચિમ ઝોનમાં નવા રીંગ રોડ પર રૈયા વિસ્તારમાં રેસકોર્સ-૨ એરીયામાં સ્માર્ટ સિટી પાર્કમાં આશરે ૪૫ એકરમાં પથરાયેલા નેચરલ તળાવને વધુ ઉંડુ ઉતારવાનું નકકી કરવામાં આવ્યું છે. આ તળાવ લોકો માટે પ્રાકૃતિક સૌદર્ય ધરાવતું એક નવું પર્યટન સ્થળ બની રહેશે. જૈવિક વિવિધતાસભર સ્થળ બની રહેનાર આ સ્થળ વિવિધ પ્રજાતિઓના પશુ, પંખી, પ્રાણીઓ અને જીવજંતુઓનું નવું સરનામું બનશે. રૈયા ખાતેનું તળાવ પર્યાવરણ અને ભૌતિક વિકાસની દ્રષ્ટિએ આ તળાવ રાજકોટ માટે વધુ એક આહલાદક સ્થળ બનશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની એક નવી પહેલ ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશનમાં પસંદગી પામી ચુકેલા રાજકોટ શહેરને દેશમાં ચિત્રનગરી પ્રોજેકટ થકી એક નવી ઓળખ પ્રાપ્ત થઈ છે ત્યારે હવે રાજય સરકારના સુજલામ-સુફલામ જળસંચય અભિયાન હેઠળ પૂર્વ ઝોનમાં લાલપરી રાંદરડા તળાવની જેમ પશ્ર્ચિમ ઝોનમાં પણ રૈયા વિસ્તારના સ્માર્ટ સિટી પાર્કમાં આવેલ તળાવ ઉંડુ કરી તેની જળસંગ્રહ ક્ષમતામાં વૃદ્ધિ કરવા ઉપરાંત તેનો ભૌતિક વિકાસ થનાર છે ત્યારે રાજકોટ શહેર આગામી દિવસોમાં લેઈક સિટી તરીકે પણ જાણીતું બનશે એવી આશા રાખી શકાય.

રૈયા વિસ્તારમાં જોવા મળતા ૩૦ થી વધુ પ્રજાતિના જીવજંતુઓ, ૫૦થી વધુ પ્રજાતિના પ્રાણીઓ, ૧૦૦થી વધુ પ્રજાતિના પક્ષીઓ અને ૧૫૦થી વધુ વનસ્પતિઓનું એક પ્રદર્શન પણ આવતીકાલના તળાવ વિકાસ કાર્યક્રમ દરમ્યાન યોજાશે.જેમાં ઉકત જૈવિક વિવિધતાઓ નિહાળવાની અમુલ્ય તક લોકોને પ્રાપ્ત થશે. સાથો સાથ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જૈવિક વિવિધતાને આધાર આપે તે પ્રકારને ધનિષ્ઠ વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. જેનાથી આ સમગ્ર એરીયામાં ગ્રીન કવરમાં વધારો થઈ શકશે જે ઉગ્ર ઉષ્ણતામાન સામે એક પ્રકારનું રક્ષણ કવચ પુરુ પાડશે. તો વળી, નિસર્ગપ્રેમીઓ તેમજ સંશોધકો માટે પણ અભ્યાસ અને સંશોધન કાર્યમાં આ તળાવ આકર્ષણનું એક નવું કેન્દ્ર બની રહેશે.

આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, ગુજરાત મ્યુસિપિલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.