Abtak Media Google News

૧૦ જાન્યુઆરી સુધીમાં વરસાદની શક્યતા: ૧૪મી જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ છે. રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો ૪ થી ૫ ડિગ્રી ઊંચકાયો છે તો બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર અને તેને સંલગ્ન વિસ્તારો પરથી એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહી છે.

જેના કારણે ગુજરાત સહિત ઘણા વિસ્તારોમાં ૪૮ કલાક માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આગામી દિવસમાં કેટલાક સ્થળોએ વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદની સંભાવના છે.

આજે વહેલી સવારે રાજકોટનું લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી અને મહતમ તાપમાન ૩૦ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા અને ૫ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે નલિયાનું લઘુત્તમ તાપમાન૧૧.૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૮.૩ ડીગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા અને ૧૦ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતી. સૌરાષ્ટ્રના જૂનાગઢમાં લઘુતમ તાપમાન ૧૫.૯ ડિગ્રી અને મહતમ તાપમાન ૧૭.૮ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા અને ૨.૭ કિમિ પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે. આગામી ૧૨ અને ૧૩મી જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને કારણે કેટલાક શહેરોમાં વરસાદ પડે તેવી શકયતા છે.

7537D2F3 5

વરસાદને કારણે ઉત્તરાયણના દિવસે વાદળછાયુ વાતાવરણ રહેવાની પણ સંભાવના છે. આ ઉપરાંત આગામી ૨ દિવસ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડે તેવી શકયતા છે અને ૧૨ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન કરછના કેટલાક વિસ્તરોમાં વરસાદ પડવાની સંભાવના છે અને વાતાવરણમાં ફેરફાર થશે તો ઠંડી વધવાની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર એક ઇન્ડયુસ અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે.

આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અરબી સમુદ્રમાંથી ભેજનો જથ્થો જમીન તરફ ફંટાઇ રહ્યો છે.

જેના કારણે આગામી દિવસમાં કેટલાક સ્થળોએ વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.