Abtak Media Google News

વોર્ડ નં.૧૭ના ભાજપ પ્રભારી જીજ્ઞેશ જોષી, કોર્પોરેટર અનિતા ગોસ્વામી સહિત આગેવાનો ‘અબતક’ મીડિયાની મુલાકાતે પ્રજાને મુર્ખ બનાવવાને બદલે વોર્ડના વિકાસમાં ધ્યાન આપે.

વોર્ડ નં.૧૭ના ભાજપના આગેવાનો પ્રભારી જીજ્ઞેશભાઈ જોશી, વોર્ડ પ્રમુખ રાજુ ફળદુ, કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી, પ્રદેશ મંત્રી ગૌતમભાઈ ગોસ્વામી વોર્ડ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ જાડેજા, હીરાભાઈ ડાંગર, વિરેનભાઈ કાચા, કિર્તીબા રાણા સહિતના આગેવાનોએ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને પત્ર લખી સુચિત સોસાયટી રેગ્યુલર કરવા માંગણી કરેલ છે.

પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારમાં શાસન સંભાળ્યું ત્યારથી ટુંકાગાળામાં ૧૨૫થી વધુ છેવાડાના મનવીને લાભ મળે તેવા લોક કલ્યાણકારી નિર્ણયો કરી પ્રજાની સમસ્યાઓને ઉકેલી છે.

તાજેતરમાં જ આપેલ યુ.એલ.સી. હેઠળની રહેણાંક ભોગવટાની જમીનને નજીવા જંત્રીદર ચુકવી તેને ભેગવટાદારની કાયદેસરની માલીકીની કરવાનો નિર્ણય કર્યો છે. જેથી અનેક પરિવારોને સીધો જ લાભ મળ્યો છે.

મુખ્યમંત્રીને લખેલા પત્રમાં આગેવાનોએ વધુમાં જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં અનેક સુચિત સોસાયટીઓ આવેલી છે. અને સૌથી વધુ સુચિત સોસાયટીઓ વોર્ડ નં.૧૭માં આવેલી છે.

સુચીત સોસાયટીમાં નાના અને મધ્યમવર્ગનાં લોકો વસવાટ કરે છે. જેકાયમી પોતાની મકાનની માલીકાના હકકને લઈને ઉચ જીવે જીવન જીવે છે. જો સુચીત સોસાયટીને રેગ્યુલર કરવામાં આવે તો અનેક પરિવારોને મદદ‚પ થઈ શકાય તેમ છે.

ત્યારે વોર્ડ નં.૧૭ના કોંગ્રેસના કોર્પોરેટરોની આગેવાની હેઠળ સુચીત સોસાયટી મુદે કલેકટર હજુ રજુઆત કરવામાં આવનાર છે. જે બાબતે વોર્ડનાં પ્રભારી જીજ્ઞેશભાઈ જોશીએ જણાવ્યું છે કે ગુજરાતની સંવેદનશીલ, પ્રગતીશીલ, પારદર્શી અને નિર્ણાયક ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સુચીત સોસાયટીને રેગ્યુલર કરવા ચિંતીત છે. અને સુચીત સોસાયટી રેગ્યુલર કરવા કાયદાકીય બાબતે વિચારણા કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરો પ્રજાને ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસના આગેવાનો કરતા ભાજપના આગેવાનો પ્રજાની ચિંતા કાયમ કરતા હોય છે. આ તકે વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ રાજુભાઈ ફળદુએ જણાવ્યું છે કે કોંગ્રેસના કોર્પોરેટર પ્રજાને મુર્ખ બનાવવાને બદલે વોર્ડના વિકાસના કામમાં ધ્યાન આપે તો એ પ્રજાની સેવા જ ગણાશે.

આ તકે વોર્ડના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું છે કે કોંગ્રેસના કોર્પોરેટરો જશ ખાંટવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમ ભાજપના આગેવાનોએ ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું હતુ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.