Abtak Media Google News

ભારતીય રેલ્વે મંગળવારથી 15 વિશેષ ટ્રેનો શરૂ કરી છે. રેલવેએ કહ્યું છે કે, આગામી સાત દિવસની વિશેષ ટ્રેનો માટે રૂ. 16.15 કરોડની 45,533 ટિકિટ બુક થઈ ગઈ છે.

Bl26Pol Irctc

ભારતીય રેલ્વેએ મુસાફરોની ટ્રેન સેવાઓ શરૂ કરતા પસંદ કરેલા રૂટ ઉપર દોડતી ટ્રેનોના સંદર્ભમાં નવી માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં ઓછામાં ઓછા 90 મિનિટ પહેલાં રેલ્વે સ્ટેશન પહોંચવુંનું શામેલ છે.

મુસાફરોને ચાદર અને ટુવાલ નહીં મળે, 12 મેથી રેલ્વેમાં સવારી કરતાં મુસાફરોને ટ્રેનમાં ચાદર, ટુવાલ, સામાન્ય ખોરાક, પીણાં વગેરે પ્રદાન કરશે નહીં. હાલમાં મુસાફરોને ફક્ત તૈયાર ખોરાક અને હેન્ડ સેનિટાઇઝર આપવામાં આવશે.

માસ્ક પહેરવાનું ફરજિયાત

3576055

ભારતીય રેલ્વેનું કહેવું છે કે તમામ મુસાફરોને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. ટ્રેનોમાં ફક્ત એર કન્ડિશન્ડ ક્લાસ કોચ હશે, ભાડુ સામાન્ય રાજધાની ટ્રેન પ્રમાણે રહેશે. ભારતીય રેલ્વેએ તેના મુસાફરોને સલાહ આપી છે કે તેઓ પોતાની ચાદરો, ખોરાક અને પાણી લાવે, કારણ કે રેલ્વે તેમને મુસાફરી દરમિયાન જ તૈયાર ખોરાક આપશે, જેના માટે તેમને ચૂકવણી કરવી પડશે.

આરોગ્ય સેતુ એપ્લિકેશન મુસાફરી માટે ફરજીયાત છે

આ ઉપરાંત શરૂ થનારી ખાસ પેસેન્જર ટ્રેનોમાં મુસાફરી માટે ભારતીય રેલ્વેએ ફોન પર ‘આરોગ્ય સેતુ એપ’ ડાઉનલોડ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. રેલવેએ સોમવારે આ એપ્લિકેશનને ફોનમાં રાખવાની સલાહ આપી હતી, જે ફરજિયાત નહોતું.

118605 Rail

રેલ્વે મંત્રાલયે એક ટ્વિટમાં કહ્યું છે કે, ‘ભારતીય રેલ્વે કેટલીક પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા જઈ રહી છે. મુસાફરી શરૂ કરતા પહેલા મુસાફરોએ ફોનમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફરજિયાત રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીઓની બેઠક બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેને ઓપચારિક સંદેશમાં ફરજિયાત બનાવ્યું હતું. જે મુસાફરોના ફોનમાં આ એપ્લિકેશન નહીં હોય, તેઓને સ્ટેશન પર પહોંચ્યા પછી તેમને ડાઉનલોડ કરવા માટે કહી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.