Abtak Media Google News

અંબાજી, પાવાગઢ, આશાપુરા, બેચરાજી, હર્ષદ, ચોટીલા, માટેલ. ખેાડલધામ  સહીતના મંદીરોમાં  થશે સાદગીપૂર્ણ ઉજવણી :  ચાચર ચોકમાં ગરબા નહીં રમાય : નવે નવ દિવસ કરાશે  નવદુર્ગાને નયનરમ્ય વસ્ત્રાલંકારોનો શણગાર; ૨૩મી એ હિમાદિક ક્રિયાઓ-૨૫મી એ દશેરા

ભક્તિ અને શક્તિના સંગમ નવરાત્રીના પાવન પર્વનો કાલથી પ્રારંભ થઈ રહ્યો છે. સામાન્ય રીતે વર્ષોથી શ્રાદ્ધપક્ષની સમાપ્તિ બાદ નવરાત્રીનો આસો માસ શરૂ થાય છે. પરંતુ આ વર્ષે અધિકમાસના કારણે નવરાત્રી એક મહિનો મોડી આવી. સામાન્ય રીતે  સપ્ટેમ્બરમાં શરૂ થનાર નવરાત્રી આ વખતે તારીખ ૧૭ઓક્ટોબરને  શનિવારથી શરૂ થઈ રહી છે. તા. ૨૩ ને શુક્રવારે  આઠમ અને તા. ૨૫ ને રવિવારે  દશેરાની ઉજવણી થશે.

આદ્યશક્તિની આરાધનાનો કાલથી આરંભ થઈ રહ્યો છે.કોરોના મહામારીને પગલે અંબાજી , આશાપુરા , પાવાગઢ , હર્ષદ , બેચરાજી , માટેલ અને ચોટીલા સહિતના શક્તિધામોમાં સાદગીથી ઉજવણી થશે. આરતી , હોમદિક કાર્યોમાં દર્શનથીઓને લ્હાવો નહીં મળે. સૌરાષ્ટ્રમાંભરના મંદિરોમાં માતાજીને નવે નવ દિવસ અવનવા શણગારો કરવામાં આવશે.  તા.૨૩ને શનિવારે આઠમનો હવન અને તા. ૨૫ ને રવિવારે દશેરાની ઉજવણી થશે. ભાવિકોની ભીડ એકત્ર થાય તેવા એક પણ સામુહિક કાર્યક્રમો નહીં યોજાય.ભાવિકોએ ઘેર બેઠા આદ્યશક્તિની આરાધના કરવાની રહેશે. ૫૮ વર્ષ બાદ નોરતાના નવે નવ દિવસ શુભ યોગ બનતા હોવાથી નવા કર્યો અને ખરીરદારી માટે નોરતા શુભ રહેશે. કોરોના મહામારીને પગલે લોકો ઘર બેઠા પરિવાર સાથે જગદંબાની આરાધના કરશે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં  નવરાત્રીની સાદગી સભર ઉજવણી થશે.

નવરાત્રીના નવશુભ યોગ, નવા કર્યો માટે શ્રેષ્ઠ

  • તા. ૧૭ને શનિવાર – સર્વાર્થ સિદ્ધિ યોગ
  • તા. ૧૮ને રવિવાર – ત્રિપુષ્કર અને સર્વાર્થ સિદ્ધિ યોગ
  • તા. ૧૯ને સોમવાર – સર્વાર્થ સિદ્ધિ યોગ , રવિ યોગ ( વાહન ખરીદી માટે વિશેષ મુહૂર્ત )
  • તા. ૨૦ને મંગળવાર – સૌભાગ્ય અને શોભન યોગ
  • તા. ૨૧ને બુધવાર – રવિયોગ
  • તા. ૨૨ને ગુરુવાર – સુકર્મા અને પ્રજાપતિ યોગ (સંપતિ રોકાણ માટે શ્રેષ્ઠ મુહૂર્ત )
  • તા. ૨૩ને શુક્રવાર – ધ્રુતી અને આનંદ યોગ
  • તા. ૨૪ને શનિવાર – સર્વાર્થ સિદ્ધિ યોગ
  • તા. ૨૫ને રવિવાર – રવિયોગ – વાહન ખરીદી માટે ઉત્તમ

 

  • એકમ – માઁ શૈલપુત્રીની પૂજા (ઘટસ્થાપન)
  • બીજ – માઁ બ્રહ્મ ચારિણીની પૂજા
  • ત્રીજ – માઁ ચંદ્રઘંટાની પૂજા
  • ચોથ – માઁ કુષ્માંડાની પૂજા
  • પાંચમ – માઁ સ્ક્ધધ માતાની પૂજા
  • છઠ્ઠ – માઁ કાત્યાયનીની પૂજા
  • સાતમ – માઁ કાલ રાત્રીની પૂજા
  • આઠમ – માઁ મહા ગૌરીની પૂજા (અષ્ટમી હવન )
  • નૌમ – માઁ સિદ્ધિદાત્રીની પૂજા ( પારણાં )

મંદિરોથી લાઇવ દર્શનની વ્યવસ્થા ગોઠવાઇ

કોરોના મહામારીને પગલે આ વર્ષે શરદીય નવરાત્રીની સાદગી સભર ઉજવણી કરવામાં આવનાર છે. નવરાત્રીના પાવન દિવસોમાં ‘માંઇ ભકતો’ ઘેરબેઠા ઓનલાઇન દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાવિકોની આસ્થાને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ સહિત સમગ્ર ગુજરાત અને વૈષ્ણોદેવીથી પણ ઓનલાઇન દર્શનની સુવિધાઓ કરવામાં આવી છે. ભકતો ઘેર બેઠા નવે નવ દિવસ આરતી પૂજન, શૃગાર, દર્શનનો લ્હાવો ઘેરબેઠા માણી શકશે.

ઘટસ્થાપનનું મુહૂર્ત

ઘટસ્થાપનનું મુહૂર્ત :  તા.૧૭ને શનિવાર સાંજે ૬ : ૧૬ થી ૭ : ૫૨

હવનાષ્ટમી : તા.૨૩ને શુક્રવારે આસો સુદ સાતમ સવારના ૬ :૫૮ સુધી જ છે. ત્યારબાદ આઠમ શરૂ થશે. તેથી હવનાષ્ટમી શુક્રવારે જ થશે.

વિજયા દશમી : તા.૨૫ને રવિવારે સવારે ૭ : ૪૨ કલાકે  દશેરાનો પ્રારંભ થતા દશેરાની ઉજવણી થશે. દશમનો હવન અને નૈવેદ્ય રવિવારે જ કરવા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.