Abtak Media Google News

ભાગો  પીડાઓ, ફગી જાઓ   ફરીયાદ

આવી   પુગ્યો  આપણો  દોસ્ત  વરસાદ

ક્લબલ  કરતી  કુદરત   નીતરી   આખી

સાંભળ્યો   માલિકે  ધરાનો   આંતરનાદ

સપનાં  ફૂટ્યાં  હૈયે તે હવે  ઉગવાંનાં જ

નર  નારી  સ્વરૂપો  સૌ  માણશે  ઉન્માદ

પ્રિયતમમાં   ઓગળી  જાઓ  જલ્દીથી

વિરહને  દઈ  ગોળી,ઐક્યનો લૂંટો સ્વાદ

સર્જનની આ  પળો  આવી  પહોંચી  છે

પધારો વરસો  ઓ  બ્રહ્માંડનાં  સરતાજ

આવ  વરસાદ,આવી  જ  જા તું વરસાદ

આજે ને સદા વરસાવજે પ્રસાદ મેઘરાજ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.