આવી દિવાળી…રંગોળી સજાવી…

277

દિવાળીનો માહોલ બજારમાં ચારે બાજુ જોવા મળી રહ્યો છે. લોકો પર્વ ઉજવવા આનંદ ઉત્સાહમાં આવી ગયા છે. અવનવા કપડા, બૂટ, જવેલરી, ગૃહ સુશોભનની વસ્તુઓની બજારમાંથી ખરીદી થવા લાગી છે. ત્યારે રંગોળીના રંગો જોઈએ ત્યારે જ દિવાળી આવ્યાની ખરી અનુભૂતિ થાય છે. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘર આંગણે રંગોળી બનાવવા બહેનો રંગોળીના રંગોની ખરીદી કરવા લાગી છે. મોટાભાગે અગિયારસથી ઘર આંગણે સ્ત્રીઓ રંગોળી બનાવી દિવાળીની ઉજવણી શરૂ કરે છે.

Loading...