Abtak Media Google News

૭૬ કોલેજો અને ૧પ ભવનોમાં ૧૬,૭૨૮વિઘાર્થીઓ જોડાયા

સૌરાષ્ટ્ર યુનિવસિૈટી, સીસીડીસીના માઘ્યમથી દર વર્ષે સપ્ટેમ્બર માસમાં યોજાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોમ્પીટીટીવ એકઝામ અવેરનેસ ટેસ્ટ માં આ વર્ષે સૌરાષ્ટ્રભરમાંથી મહતમ વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. સૌરાષ્ટ્રની ૭૬ કોલેજો અને યુનિવસિટીના ૧પ અનુસ્નાતક ભવનોમાં ૧૬,૭૨૮ વિઘાર્થીઓ સુકટ પરીક્ષામાં જોડાયા હતા. સૌરાષ્ટ્ર વિસ્તારના વિઘાર્થીઓને રોજગારલક્ષી સરકારી પરીક્ષાઓમાં નોન સ્ટોપ તાલીમશાળાના આયોજન થકી છાત્રોને નોકરીમાં દશેનું એક માત્ર સીસીડીસી સતત મદદરુપ થઇ રહ્યું છે. ત્યારે જુલાઇ માસથી કોલેજો અને ભવનોમાં જવા જોડાયેલા છાત્રોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે અવેરનેસ આવે અને જ્ઞાનની ગંગોત્રી સમાન સીસીડીસીના કાર્યક્રમો સાથે જોડી શકાય તે માટે યુ.પી. એસ.સી. અને જી.પી.એસ.સી. કક્ષાની ૧૦૦ ગુણની સામાન્ય જ્ઞાનની મોક પરીક્ષામાં સફળતાપર્વૂક યોજાઇ હતી.

ભારત દેશની એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસી મારફત સતત ૧૦ વર્ષથી યોજાતી સુકેટ પરીક્ષામાં ચાલુ વર્ષે વિક્રમજનક સંખ્યામાં છાત્રોએ ભાગ લીધેલ હતો ત્યારે યુનિવસિટી ના કુલપતિ પ્રો. નીતીનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી અને કુલસચિવ ડો. આર.જી. પરમારનાં માર્ગદર્શન હેઠળ સીસીડીસી ના સંયોજક પ્રો. નિકેશભાઇ શાહ તથા જીલ્લાના કો-ઓર્ડીનેટરો પ્રો. જયેશ ભટ્ટ, ડો. પી.બી. કાંજીયા, પ્રો. અતુલ પટેલ, પ્રો. રાહુલ રાવલીયા, પ્રો. જે.બી. પરમાર, પ્રો. જી.બી.સિંહ, સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, આશિષભાઇ કીડીયા, સોનલબેન નિમ્બાર્ક, હીરાબેન કીડીયા અને કાંતિભાઇ જાડેજાએ અભિનંદન પાઠવેલ હતા. ૫૦ કે ૫૦ ગુણથી વધારે માર્કસ મેળવનાર દરેક છાત્રોને સર્ટીફીકેટ અને જીલ્લા કક્ષાએ પ્રથમ આવનાર વિઘાર્થીઓને જનરલ નોલેજનું પુસ્તક આપી પ્રોત્સાહીત કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.