Abtak Media Google News

ભારતમાં બનેલા લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ એર-ટુ-એર ્બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ (બીવીઆર) મિસાઈલ ટેસ્ટ સફળ રહ્યો હતો. આ ટેસ્ટ રડાર મોડ પર કરવામાં આવ્યો હતો. ટેસ્ટ માટે એર-ટુ-એર ડર્બી મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મિસાઈલે પોતાના ટાર્ગેટ પર યોગ્ય નિશાન તાંક્યુ હતું.

આ ટેસ્ટનો હેતુ તેજસ એરક્રાફ્ટી ડર્બી મિસાઈલના ટાર્ગેટને ્હિટ કરવાની ક્ષમતા ચકાસવાનો હતો. આ ઉપરાંત આ ટેસ્ટમાં એરક્રાફ્ટમાં ફાયર કંટ્રોલ રડાર લોન્ચર્સ અને મિસાઈલ વેપન ડિલિવરીનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેજસ એર-ટુ-એર અને એર-ટુ-સરફેસ મિસાઈલ છોડવામાં સક્ષમ છે. તેમાં એન્ટીશિપ મિસાઈલ, બોમ્બ અને રોકેટને પણ તાકી શકાય છે. તેજસ ૪૨ ટકા કાર્બન ફાઈબર, ૪૩ ટકા એલ્યુમિનિયમ અલોય અને ટાઈટેનિયમી બનાવવામાં આવ્યો છે. સિંગલ સીટર અને તેનું ટ્રેનર વેરિયન્ટ ટુ સીટર છે. ૫૦,૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકે છે. તેની ડેવલપમેન્ટ કોસ્ટ રૂ. ૭,૦૦૦ કરોડ છે.

તેજસને સૌી લાઈટ સુપરસોનિક (અવાજની ઝડપી પણ વધુ ઝડપે ઉડાન ભરનાર) માનવામાં આવે છે. ફાઈનલ ઓપરેશન ક્લિયરન્સ (એફઓસી) વર્જનમાં તેની મહત્તમ સ્પીડ પ્રતિકલાક ૨૨૦૫ કિ.મી. અને ઈનિશિયલ ઓપરેશન ક્લિયરન્સ (આઈઓસી)માં પ્રતિ કલાક ૨૦૦૦ કિ.મી.ની સ્પીડ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.