ટેંકનો નાશ કરનારી ગાઇડેડ મિસાઇલ ‘નાગ’નું સફળ પરીક્ષણ

સાત કિલોમીટર સુધીના વિસ્તારમાં ૨૩૦મી/સે. ઝડપથી દુશ્મનોના ટાર્ગેટ વિંધી શકાશે

‘આત્મનિર્ભર ભારત અભિયાન’ તરફ ડીઆરડીઓની આગેકૂચ: દોઢ મહિનામાં ૧૨ મિસાઇલનું પરીક્ષણ

ભારતને પરીક્ષણ ક્ષેત્રે વધુ એક સફળતા મળી છે. ટેંકનો નાશ કરનારી ગાઇડેડ મિસાઇલ નાગનું ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓગેનાઇજેશન ડીઆરડીઓ દ્વારા સફળ પરીક્ષણ કરાયું છે. દોઢ મહિનાના સમય ગાળામાં ડીઆરડીઓ દ્વારા આ ૧૨મી મિસાલોનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નાગ મિસાઇલને પ્રોસપિના નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે જે ટેન્કનો સેલ્ફ ડિફેન્સ સીસ્ટમથી પીછો કરી તેનો નાશ કરવા સક્ષમ છે.

રાજસ્થાનના પોખરણ ખાતે નાગ મિસાઇલનુંં પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતિમ પરીક્ષણ હતુ. જેમાં સફળતા મળતા હવે, ત્રીજી પેઢીની આ એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલ સેનાનો હિસ્સો બની છે. દિવસ કે રાત્રી દરમિયાન ગમે તે સમયે આ મિસાઇલ દુશ્મનોની ટેંન્કને સેંકડોમાં નાશ કરી શકે છે. આ મિસાઇલની સિસ્ટમમાં આધુનિક ટેકોનોલોજીનો ઉપયોગ થયો છે. મિસાઇલની રેન્જ ચારથી સાત કિલોમીટર સુધીની છે. નાગ મિસાઇલમાં એડવાન્સ પેસિમ હોમિંગ ગાઇડન્સ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેનાથી એક જ વખતમાં સચોટ નિશાન સોધી શકાશે. ૨૩૦ મીટર પ્રભ સેક્ધડની ઝડપથી દુશ્મનોના ટાર્ગેટને વિંધી શકાશે. આ અંગે ડીઆરડીઆોના પ્રમુખ જી. સતીશ રેડ્ડીએ કહ્યું કે આ નાગ મિસાઇલથી સૌન્ય સમતા અનેકગણી મજબૂત થઇ જશે. ડીઆરડીઓએ આ ૧૨મી મિસાઇલનું ટેસ્ટીંગ કર્યુ છે. અમે સ્વદેશી મિસાઇલોને વિકાસ અને તેના પરિક્ષણ પણ વધુ ધ્યાન કેભૃત કરી રહ્યાં છીએ. જેથી આત્મનિર્ભર ભારત અભિયાનના સપનાંને ઝડપથી સાકાર કરી શકાય.