Abtak Media Google News

પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રુબરુ મુલાકાતલીધી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડઇન્ડસ્ટ્રીના પ્રમુખ ગૌતમભાઇ ધમસાણીયા અને મંત્રી ઉપેનભાઇ મોદીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગાંધીનગર ખાતે મુલાકાતલીધેલ અને રાજકોટ-સૌરાષ્ટ્રના સર્વાગી વિકાસ તેમજ વેપાર-ઉઘોગના પડતર વિવિધ પ્રશ્નો અંગેની રજુઆતો તેમના ઘ્યાન પર મુકેલ.

જેમાં રાજકોટમાં ઇગ્લેન્ડ કન્ટેઇનરડેપો માટે સરકાર તરફથી કોન્કર કંપનીને આપવામાં આવેલ ભાવ હૈયાત માર્કેટ ભાવ કરતા પણ વધારે હોય આ ઓફરમાં ફરીથી નવી વેલ્યુએશન મુજબ આકરવા રેવન્યુ સેક્રેટરી પંકજકુમારને જણાવેલ આ માટે તેઓ એ તુરંત રાજકોટ કલેકટર રાહુલ ગુપ્તા પાસેથી વિગતો મેળવેલ.

રાજકોટમાં ખિરસરા જીઆઇડીસી માટે જે ભાવ નકકી કરવામાં આવેલ છે. તે ખુબ જ વધારે હોય અને નવી ઇન્ડસ્ટ્રી શરુ કરવામાં બાધા રુપ બને તેમ હોય તેના ભાવ પણ ફરીથી રીવ્યુ કરવા ડી.થારા સુચના આપી અને આ અંગે ઝડપથી યોગ્ય કરવા જણાવેલ.

જીએસટી ના મુદ્દે રજુઆત માટે રાજકોટ ચેમ્બરે જણાવેલ કે આઇજીએસટી રીફંડ અને ઇ-વે બીલ માટે રજુઆતો કરવામાં આવી તે માટે જીએસટી કમિશ્નર પી.ડી. વાઘેલા આ બાબતે તુરંત રાજકોટ ચેમ્બર સાથે રહી અને તમામ પ્રશ્નો ના નિકાલ કરવાસુચના આપેલ.

જયારે દેશમાં વન નેશનલ વન ટેકસ હેઠળ જીએસટી શરુ કરવામાં આવેલ છે. ત્યારે વેપાર ઉઘોગો પર વ્યવસાય વેરો ઉઘરાવવામાં આવે છે તે બંધ કરવો જોઇએ. આ માટે પણ તેઓ દ્વારા સુંદર પ્રતિસાદ આપેલ.

રાજકોટને ઓલ ઇન્ડીયા મેડીકલ સાયન્સ ઇન્સ્ટીટયુશન આપવા બદલ રાજકોટ ચેમ્બરે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીને રાજકોટ વેપારી આલમ વતી અભિનંદન આપેલ.

રાજકોટમાં અપીલમાં ડે. કમિશ્નરની જગ્યા છેલ્લા દોઢ વર્ષથી ખાલી પડી છે. તે જગ્યાએ કાયમી એક ડે. કમિશ્નરની નિમણુંક કરવા માટે રજુઆત  કરવામાં આવી.

રાજકોટ મેમ્બરના હોદેદારોની રજુઆતો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખુબ જ સુંદર રીતે સાંભળી હતી અને તુરંત તમામ ખાતાઓને આ બાબતે ઘટતુ કરવા તાકીદે જણાવેલ.
તેમ રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.