Abtak Media Google News

૪૦થી વધુ વિદેશી કંપનીઓએ લીધો ભાગ: અનેકવિધ નવી ટેકનોલોજી મારફતે કંપનીઓ દ્વારા તેમના પ્રોડકટો કરાયા શોકેસ

રહેણાંકથી લઈ કોમર્શીયલ ક્ષેત્રે પોતાની સેવા આપવા વેપટેગ કટીબદ્ધ

ગુજરાતનાં ગાંધીનગર મુકામે મહાત્મા મંદિર ખાતે વેપટેગ-૨૦૧૯નું આયોજન મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. આ આયોજન ભારત દેશમાં પાણી ક્ષેત્રે ખુબજ મોટુ આયોજન માનવામાં આવી રહ્યું છે. જેમાં વિદેશથી ૪૦થી વધુ એક્ઝિબીટરો આ એક્ઝિબીશનમાં સૌપ્રથમવાર ભાગ લઈ રહ્યાં છે.Img 20190222 Wa0035

ત્યારે એકસ્પોના પ્રથમ દિવસે જ ખુબજ મોટી જનમેદની ઉમટી પડી હતી અને બી ટુ બી બેઠકોની શરૂઆત પણ થઈ ગઈ હતી. આ તકે ગુજરાતના અને દેશના મહત્તમ ઉદ્યોગપતિઓ કે જે પાણી ક્ષેત્રે સંકળાયેલા છે અને દુષીત પાણી કે જે પીવાલાયક ન હોય અને પીવાલાયક પાણી માટેની અનેકવિધ નવી ટેકનીકોની સાથે આ એક્ઝિબીશનમાં તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.

સરકારની પાણી લક્ષી તમામ યોજનાઓની સાથે હરહંમેશ ઉભુ રહેશે એકસેલ ફિલ્ટરેશન: કલ્પેશ દોશી

Img 20190222 Wa0036

એકસેલ ફિલ્ટરેશનના મેનેજીંગ ડાયરેકટર કલ્પેશભાઈ દોશીએ ‘અબતક’ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આ આયોજન કરવામાં આવ્યું છે તે રાષ્ટ્રીય સ્તર ઉપર ખુબજ મહત્વપૂર્ણ અને ખુબજ ઉપયોગી સાબીત થશે. વધુમાં આ એકસ્પોના માધ્યમથી જે સ્થાનિક ઉદ્યોગપતિઓ અને કહી શકાય કે રાષ્ટ્રીયસ્તર ઉપર જે પાણી ક્ષેત્રે કામગીરી કરી રહ્યાં છે તેને ખુબજ ઉપયોગી સાબીત થશે. સાથો સાથ આ એકસ્પોમાં મહદઅંશે લોકો અને જે ઉદ્યોગો પાણી ક્ષેત્રે સંકળાયેલા છે તેના માટે પણ આ વેપટેગ ૨૦૧૯ આશિર્વાદ સ્વરૂપ બની રહેશે.

વધુમાં તેઓએ માહિતી આપતા કહ્યું હતું કે, એકસેલ ફિલ્ટરેશન હરહંમેશ કંઈક નવું કરવામાં માનતી હોય છે અને આ વખતે પણ તેની ઘણી પ્રોડકટોને શોકેસ કરવામાં આવી છે. જેનાથી લોકોને ફિલ્ટરેશન ક્ષેત્રે જે અજ્ઞાનતા છવાયેલી છે તેને દૂર કરવામાં આવશે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, એકસેલ ફિલ્ટરેશન વેપટેગ એશોસીએશન સાથે ખુબજ જૂનો સંબંધ ધરાવે છે.

નાની મોટી કોઈપણ પ્રવૃતિ જે વેપટેગ દ્વારા કરવામાં આવતી હોય તેમાં અચુકપણે એકસેલ ફિલ્ટરેશનનું યોગદાન વિશેષ હોય છે. ત્યારે સરકાર જે દિશામાં આગળ વધી રહી છે અને દરિયાઈ પાણીને શુદ્ધ કરવા માટે જે ડિશીલેશન પ્લાન્ટ વિશે કાર્યરત છે તેનાથી પાણી ક્ષેત્રે સંકળાયેલા ઉદ્યોગકારોને વ્યાપારમાં ખુબ મોટો વેગ મળશે અને આ આયોજનથી દેશ આખામાં જે પીવાલાયક પાણીની શુદ્ધતાને લઈ પ્રશ્ન ઉદ્ભવીત થતા હતા તેના ઉપર પણ પૂર્ણવિરામ આવી જશે. એટલે કે, સરકારના તમામ વિકાસશીલ કાર્યોમાં વેપટેગ એસો. અને ખાસ કરીને એકસેલ ફિલ્ટરેશન ખુબજ સારી રીતે સહભાગી થશે અને સરકારના કાર્યને આગળ પણ ધપાવશે.

વેપટેગ૨૦૧૯નું આયોજન ખુબજ ઐતિહાસિક: રિષભ સંઘવી

Img 20190222 Wa0038

કલાઉડ ઈન્ટરનેશનલ લીમીટેડના મેનેજીંગ ડાયરેકટર રિષભ સંઘવી ‘અબતક’ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, વેપટેગ એકસ્પોનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખુબજ સરાહનીય કામગીરી વેપટેગની કહી શકાય. જેનું એકમાત્ર કારણ એ પણ છે કે, વેપટેગ એસો.ના વાઈસ પ્રેસીડેન્ટ હોવાના કારણે વેપટેગને કઈ રીતે વેગ મળે તે પણ મુખ્ય બાબત રહેતી હોય છે. ત્યારે આ પ્રકારના વિશેષ આયોજનના કારણે પાણી ક્ષેત્રે રહેલા ઉદ્યોગપતિઓને એક પ્લેટફોર્મ મળતું હોય છે. જેનો તેઓ ખુબ સારી રીતે ઉપયોગ કરી પોતાની પ્રોડકટો લોકો અને કંપનીઓ વચ્ચે મુકતી હોય છે.

વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, કલાઉડ ઈન્ટરનેશનલ છેલ્લા ૧૩ વર્ષથી વેપટેગ એસો. સાથે સંકળાયેલુ રહ્યું છે. ત્યારે ૨૦૧૯નો જે એકસ્પો યોજવામાં આવ્યો છે તેને જબ્બર પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે અને આ એકસ્પો ભારત દેશનો ખુબજ ઐતિહાસિક એકસ્પો તરીકે પણ માનવામાં આવી રહ્યો છે.

જેનું એકમાત્ર કારણ એ છે કે, વિદેશથી આવતા એક્ઝિબીટરો પણ વેપટેગની સફળતાને બખુબી રીતે જાણે છે. જેથી એસોસીએશનના વાઈસ પ્રેસીડેન્ટ હોવાના કારણે આ બાબતનો ગર્વ પણ છે જે વેપટેગ કંઈક નવું આપવામાં માને છે. ત્યારે સરકાર દ્વારા જે પાણીને લઈ જે યોજનાઓ બનાવવામાં આવતી હોય તેને કલાઉડ ઈન્ટરનેશનલ ખુબજ સારી રીતે આવકારે છે અને તેમાં સહભાગી પણ થતું હોય છે.

ગત વર્ષના આયોજન કરતા વેપટેગ૨૦૧૯ને જબ્બર પ્રતિસાદ: અશોક પટેલ

Img 20190222 Wa0034

વેપટેગ-૨૦૧૯ના આયોજનને સફળ બનાવવા અનેકવિધ કંપનીઓ સહભાગી થઈ હતી. જેમાં એકસેલ ફીલટરેશન, કલાઉન્ડ ઈન્ટરનેશનલ અને વેપટેગના ટાઈટલ સ્પોન્સર લેકસક્રુ મહત્તમ યોગદાન આપ્યું છે. ત્યારે લેકસક્રુ કંપનીના મેનેજીંગ ડિરેકટર અશોક પટેલે ‘અબતક’ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ આયોજન ખુબજ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે અને આ આયોજનથી ગુજરાત સહિત અન્ય રાજયોને પણ આનો મહત્તમ લાભ મળશે.

વેપટેગ એકસ્પો હંમેશા કંઈક નવું આપવામાં માનતું હોય છે. ત્યારે આ એકસ્પોમાં અનેકવિધ નવી પ્રોડકટોને પણ લોન્ચ કરવામાં આવી છે. જેમાં ફિલ્ટરેશન પ્લાન્ટમાં જે મેમ્બરેનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તે જે જાપાન દ્વારા બનાવવામાં આવતું હતું તે હવે સ્થાનિક સ્તર બનાવાશે. ત્યારે આ આયોજન અનેકવિધ રીતે મહત્તમપૂર્ણ માનવામાં આવી રહ્યું છે અને આ સફળ આયોજન પાછળ વેપટેગના તમામ સભ્યોના શીરે જાય છે.

અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર જે દરિયાનું ખારા પાણીને મીઠુ બનાવવા માટે ડિશેલીશન પધ્ધતિનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે તે ખુબજ ઉપયોગી નિવડશે અને લોકોમાં કયુરીફીકેશનને લઈ જાગૃતતા પણ કેળવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.