Abtak Media Google News

કોરોના કવચ માટેની ડ્રાય રન સફળ: ડોઝ આપવામાં કેટલી વાર લાગશે ??

પ્રથમ મોકડ્રીલની સરખામણીએ બીજી મોકડ્રીલમાં વેકસીન મુકવાની અવધિમાં ઘટાડો નોંધાયો

કોર્પોરેશન દ્વારા શહેરના નવ સેન્ટરો પર ૨૨૫ વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવા યોજાઈ ડ્રાયરન: અગાઉની મોકડ્રીલની સરખામણીએ કામગીરી વધુ સુદ્રઢ બની હોવાનો દાવો

Dsc 2371

છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી દેશમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાની વેકસીન આપવાની શરૂઆત આગામી ઉતરાયણના પર્વથી દેશભરમાં કરવામાં આવનાર છે. આજે કેન્દ્ર સરકારના આદેશના પગલે તમામ જિલ્લામાં કોરોનાની વેકસીન અંગે ડ્રાયરન હાથ ધરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ ૨૮મી ડિસેમ્બરના રોજ કોરોના માટે હાથ ધરવામાં આવેલી પ્રથમ મોકડ્રીલની સરખામણી આજે કામગીરી વધુ સરળતાથી ચાલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રથમ મોકડ્રીલમાં એક વ્યક્તિને વેકસીન આપવા માટે દસ મિનિટનો સમય લાગતો હતો.આ અવધિમાં ઘટાડો નોંધાયો છે. હવે એક વ્યક્તિને કોરોનાની રસી આપવા માટે ઓછામાં ઓછો સાત મિનિટનો સમય લાગશે. આજે નવ સ્થળોએ ૧૨૫ વ્યક્તિઓને વેક્સિન આપવા માટે ડ્રાયરન હાથ ધરવામાં આવી હતી. જે ખૂબ જ સફળ રહી હતી.

Dsc 2377

આજે  શહેરના વધુ ૯ સ્થળોને પ્રાઇમરી વેક્સીન આપવા અંગે પસંદગી કરવામાં આવી છે. જેમાં વોકહાર્ડ હોસ્પિટલ, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, નારાયણનગર આરોગ્ય કેન્દ્ર,  શાળા નં. ૬૧,  કોઠારીયા આરોગ્ય કેન્દ્ર,  રામપાર્ક આરોગ્ય કેન્દ્ર,  શાળા નં. ૪૩ અને કોઠારી નિદાન કેન્દ્ર  રોટરી ભવન ખાતે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની મેડીકલ ટીમ દ્વારા મોકડ્રીલ (ડ્રાય રન) યોજવામાં આવી હતી. મોકડ્રીલ (ડ્રાય રન) દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ૧૮ ટીમ બનાવવામાં આવી છે જેમાં દરેક ટીમમાં ૫ કર્મચારીઓ સહીત કુલ ૯૦ કર્મચારીઓ દ્વારા જુદી જુદી જગ્યાએ એક સમાન રીતે કામગીરી કરવામાં આવી હતી. જેમાં મેડીકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, યુએચસી એમ.ઓ., કોવીડ એમ.ઓ., સ્ટાફ નર્સ, ડી.ઈ.ઓ. અને એમ.પી.એચ. ડબલ્યુ. હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.