Abtak Media Google News

આર.ડી.એન.પી. પ્લસ દ્વારા શહેર જિલ્લાના વાહકો માટે સક્ષમ વાતાવરણ સાથે જીવન રક્ષક દવાની અંદર વ્યવસ્થા કરાઇ, કપરા સમયમાં જરૂરિયાતમંદોને રાશનકીટ વિતરણ કરીને સંસ્થાએ રાઉન્ડ ધ કલાકે કામગીરી કરી

એસઆઇવી/એઆઇડીએસ સાથે જીવતા લોકોનું આર.ડી.એન.પી. પ્લસ સંગઠન છેલ્લા બે દાયકાથી શહેર જીલ્લામાં શ્રૈષ્ઠ કામગીરી કરી રહી છે. સંસ્થાનો હેતું આવા લોકોને સારૂ વાતાવરણ ગુણવતાસભર જીવનની કામગીરી કરાય છે. હાલ સંસ્થામાં ૫૫૦૦થી વધુ વાહકો જોડાયા છે. દર માસે યોજાતી મીટીંગમાં તેમને વિવિધ સરકારી યોજના નવી ટ્રીટમેન્ટ સાથે માર્ગ દર્શન આપવામાં આવે છે.

માર્ચ૨૦૨૦ થી કોરોના મહામારીના સમયમાં લાકડાઉનમાં જીવનરક્ષક દવા પરત્વેની સંસ્થાની સેવા ખુબ જ સરાહની પરકી હતી. સમગ્ર લોકડાઉનમાં બાદ અનકલોક સમયે સંસ્થાના પ્રમુખ જગદીશભાઇ પટેલ સક્રેટરી ઇલાબેન પટેલ તથા ઉપપ્રમુખ હસમુખભાઇ તળપદાની રાહબરીમાં વર્કીગ કમીટીએ સતત ખડેપગે રહીને પોઝીટીવ લોકોની મદદ કરી હતી.

અબતક, સાથેની વાતચિતમાં સંસ્થાના પ્રમુખ જગદીશ પટેલે જણાવ્યું કે આર.ડી.એન.પી.પ્લસ રાજકોટ સંગઠન સાથે જોડાયેલ  તેમના વિવિધ ૫૫૦૦  જેટલા એસઆઇવી પોઝીટીવ લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાવવા  હર હમેશ પ્રયત્ન શીલ છે,આ ઉપરાંત સરકારી અને બિન સરકારી સ્થાનઓ  સાથે જોડાઈને  અનેક રીતે મદદરૂપ થઈને તેમના સામાજિક અને આર્થિક વિકાસમાં સહભાગી વા હમેશા પ્રયત્નો કરે છે. લોકડાઉન મહામારીના  સમયગાળા દરમ્યાન પણ  સંગઠન દ્વારા એચ.આઈ.વી.પોઝીટીવ લોકોના જીવનમાં કોઈ રુકાવટ ન આવે અને અને એમનું સામાન્ય જીવન રાબેતા મુજબ કાર્યાન્વિત રહે તે માટે સ્થા દ્વારા લોકડાઉન ના ૪ માસ દરમ્યાન પોતાના જીવની પરવા કર્યા વિના  અવિરત કામગીરી ચાલુ રાખેલ જેની આછેરી ઝલક આ મુજબ છે.

કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી કહેવાય છે ને અડગ મનના માનવીને હિમાલય પણ ની નડતો. આવી હકારાત્મક વિચારધારાને અપનાવીને કોરોના વૈશ્વિક મહામારી ના લોકડાઉન સમયગાળામાં જયારે સમગ્ર જનજીવન સ્થ્મ્ભી ગયું ત્યારે સંગઠનને વિચાર આવ્યો કે આપને તો ગમે તેમ કરીને આ મુસીબતનો સામનો કરી લેશું .પરંતુ સંસ્થા સાથે જોડાયેલ પાંચ હજારી વધુ ગરીબ અને લાચારે સમુદાયનું શું થશે. કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી  લોકડાઉન સમયગાળા દરમ્યાન  સંગઠન દ્વારા વિવિધ સમાજોપયોગી કામગીરી કરવામાં આવેલ હતી જેમા રાશન કીટ સહાય મહત્વની હતી. કહેવાય છે ને કે માનવીને પોતાનુ સામાન્ય જીવન જીવવા માટે આધારભૂત ત્રણ પાયાની જરૂરિયાત હોય છે જેમાં રોટી ,કપડા અને મકાન આવી કપરી પરિસ્થિતિમાં આર.ડી.એન.પી.+ સંગઠન દ્વારા ૫૫૦ લાર્ભાીઓને રાશનકીટ સહાયનું વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં ખાંડ, ચોખા, દાળ, નમક, તેલ, ચણા દાળ,ઘઉ જેવી ૨૦ કિલોની એક એવી ૫૫૦ કીટ ફાળવવામાં આવી .અને સંસ્થા દ્વારા બીજા જ દિવસે તમામ જરૂરિયાત મંદ લોકોને ફોન કરીને ઓફિસે થી તમામ રાશનકીટ નું વિતરણ કરી આપવામાં આવેલ.

લોકડાઉનના સમયગાળા દરમ્યાન સંગઠન સાથે જોડાયેલ  ક્લાઈન્ટને પોતાની દૈનિક લેવામાં આવતી  એઆરટી દવા  લેવામાં કોઈ તફલીફ ન પડે તે માટે આવી વિકટ પરિસ્થિતિમાં સંગઠન દ્વારા  માન રાજકોટ શહેરના  નાયબ પોલીસ કમિશ્નર સો સન્કલન મીટીંગ કરીને ક્લાઈન્ટને  સિવિલ હોસ્પિટલ ખાતે એઆરટી સેન્ટરમાં જવા માટે કોઈપોલીસ સ્ટાફ ન રોકે તે માટે જરૂરી વહીવટી  કાર્યવાહી કરવામાં આવેલ.તેમજ તાત્કાલિક ધોરણે નાયબ  પોલીસ કમિશ્નર સાહેબ દ્વારા તમામ ટ્રાફિક કંટ્રોલ પોઈન્ટ પર ફરજ બજાવતા તેમના પોલીસ સ્ટાફને સુચના આપવામાં આવી કે લીલી ચોપડી (એઆરટી બુક) સો જે ક્લાઈન્ટ જોવા મળે તેમને રોકવા નહી અને કોઈજ દંડનાત્મક કાર્યવાહી ન કરવી અને તેમને સિવિલ હોસ્પિટલમાં જવા દેવામાં આવે તેવી વ્યવસ્થા કરી હતી. સંગઠન સો જે ક્લાઈન્ટ  જોડાયેલ છે અને તેઓ બીજા જીલ્લામાં રહે છે, આવા તો તેઓ બીજા જીલ્લામાં રોકાયેલ હતા તેવા ૧૯૪૬ ક્લાઈન્ટનું ફોની ફોલોઅપ લેવામાં આવેલ. એસએન સંસ્થા સાથે જોડાયેલ પરંતુ જેમની પાસે કોઈજ વ્હીકલ ઉપ્લબ્ધ ન હોય તેવા, ગરીબ પરિવારો જેમની પાસે અછઝ સેન્ટર સુધી પહોચવા માટે આર્થિક સગવડ ન હોય અને ગરીબ બાળકો .આવી પરિસ્થિતિમાં સ્થાન દ્વારા આવા ક્લાઈન્ટ ને તેમની એઆરટી દવા તેમના ઘરેજ મળી રહે તે માટે સંસ્થાના તમામ સ્ટાફ દ્વારા વ્યવસ્થા કરાય હતી.

સંસ્થાના તમામ સ્ટાફ  દ્વારા કોરોના લોકડાઉનના સમયગાળા દરમ્યાન વન ટુ વન કોન્ટેક્ટ કરીને  એચ.આઈ.વી. સાથે જીવતા લોકોને કોરોના વાઇરસનો ભય ન લાગે અને તેઓ નિર્ભય રીતે આ સમય પસાર કરી શકે તે માટે કોરોના વાયરસી બચવા માટેની પ્રાથમિક માહિતી આપવામાં આવેલ અને આ મુસ્કેલ ઘડીમાં કેવી રીતે આ વિકટ પરિસ્થિતિનો સામનો કરી શકાય તેનું સચોટ અને સતત કાઉન્સેલિંગ કરવામાં આવેલ.

આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે  PLHIV ને મળતી  રૂ.૬૦૦૦ની વાર્ષિક  તબીબી સહાયના ફોર્મ ભરવાનું ચાલુ કરેલ અને અત્યાર સુધીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ઝોન હસ્તકના કુલ ૬૬૪ ક્લાઈન્ટના ફોર્મ જમા કરાવ્યા.તેમજ રાજકોટ જીલ્લા પંચાયત હસ્તકના કુલ ૨૫૯ ફોર્મ જમા કરાવેલ.

એચ.આઈ.વી.ગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકોને દર વર્ષે શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા બાળકોને  સરકારશ્રી દ્વારા મળતી શિષ્યવૃતિના ફોર્મ ભરવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ .અને આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજકોટ જીલ્લામાં અભ્યાસ કરતા ૧૫૦ બાળકોના ફોર્મ ભરીને જીલ્લા બાળ સુરક્ષા એકમ માં જમા પણ કરાવી આપેલ અને તેમના બેંક એકાઉન્ટમાં શિષ્યવૃત્તિની રકમ જમા પણ થઈ ગયેલ છે.આજ રીતે મોરબી જીલ્લામાં અભ્યાસ કરતા ૪૯ બાળકોને પણ આ શિષ્યવૃત્તિનો લાભ અપાવેલ.

છેલ્લા ઘણા વર્ષોથી બાલાજી અન્ન ક્ષેત્ર પરિવાર ટ્રસ્ટના સહયોગી સંગઠન સાથે જોડાયેલ ગરીબ અને જરૂરિયાતમંદ ૧૭૫  પરિવારોને દર મહીને ખીચડી સપોર્ટ આપવામાં આવે છે.જે સેવા આજ દિન સુધી કાર્યાન્વિત છે.જેમાં એક કિલો સિંગતેલ, ચણાનો લોટ ચોખા, મગદાળ, નમક અને ત્યાર ખીચડી નો સપોર્ટ અવિરત ચાલુ છે.

ઓફીસ સરનામું: આર.ડી.એન.પી.+,  જૂની યુ.એલ.સી. ઓફીસ, જૂની કલેકટર કચેરી રાજકોટ, ફોન. ૯૬૬૨૦-૩૯૭૫૧ મો. ૯૮૨૪૪-૨૯૦૦૦ ઉપર સંપર્ક સાધવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.