Abtak Media Google News

લોકસભા ચૂંટણી વચ્ચે સામાન્ય પ્રજાને વધુ એક ઝાટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. જાહેર સંસ્થાની ગેસ-તેલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવોમાં વધારો કરી દીધો છે. ઘરેલુ એલપીજી એટલે કે રાંધણ ગેસના ભાવમાં છ રૂપિયાનો વધારો થઇ ગયો છે. જયારે સબસીડી વિનાના સિલિન્ડરની કિંમત 22.5 ટકા જેટલી વધી છે. આ વધારો આજથી જ એટલે કે 1 મૅ થી જ લાગુ થશે.

આ વધારા બાદ દિલ્હીમાં રહેતા રાંધણ ગેસના વપરાશકારોને સિલિન્ડરની કિંમત રૂ.496થી વધીને રૂ.502 પહોંચી ગઈ છે, જયારે અમદાવાદમાંમાં ગેસના બાટલાની કિંમત આશરે રૂ 700.70ને બદલે રૂ.706.70 ચૂકવવી પડશે. સાથે કોમર્શિયલ સિલિન્ડર રૂ.730માં કંપનીઓ વેંચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.