Abtak Media Google News

સુધરાઇ પ્રમુખના ઘરે રજુઆત કરવા જતા થયેલી ઘટનામાં ટોળા સામે ગુનો

કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં મંજુર થયેલા રોડ રસ્તા અને સફાઇ પાણીના પ્રશ્નેના ઉકેલ માટે વારંવાર રજુઆત કરવા છતાં ઉકેલ ન આવતા શનિવારે કેસરીસેનાની આગેવાનીમાં નગરપાલિકા કચેરીમાં ધેરાવ અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા કચેરીમાં જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓ હાજર ન રહેતા જુદા જુદા વિસ્પારના રહીશો રોષે ભરાયા હતા.12 5 કેશોદ પોલીસ સ્ટેશનમાં રાજ દિનેશભાઇ સાવલીયાએ નોંધાવેલી ફરીયાદ મુજબ કેસરીસેના પ્રમુખ પ્રવિણભાઇ વણપરીયા પી.પટેલ ગોપાલભાઇ કરમટા, દિપકભાઇ શિવમ ફરસાણ વાળા, અવિનાશ પરમાર, ભારવંતભાઇ ધોળીયા, ચેતનભાઇ નાનજીભાઇ સહીત વીસથી પચ્ચીસ સ્ત્રી-પુરુષ મળીને અમારા નિવાસસ્થાને ધસી આવ્યા હતા.

ફરીયાદીના કાકા અને સુધરાઇ પ્રમુખ યોગેશભાઇ સાવલીયા રાજકોટ દવાખાને ગયેલા હોય ત્યારે આરોપીઓ એકસંપ કરી બળજબરીથી ધકકા મુકકી કરી ઘરમાં પ્રવેશતા પ્રયત્ન કરવા ઉ૫રાંત કાચ તોડવા ભુડી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ કરી છે. કેશોદ પોલીસ દ્વારા આઇ પીસી કલમ ૧૪૩, ૧૪૭, ૨૯૪, ૩૫૨,૪૮૭ થી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.