Abtak Media Google News

સરકારે જાહેર કરેલા પેકેજમાં સમાવવા બ્રહ્મસમાજે પત્ર પાઠવી માંગ કરી

મોરબી જીલ્લાના કર્મકાંડી બ્રાહ્મણોની યાદી તૈયાર કરીને ત્વરિત સહાય આપવાની માંગ સાથે મોરબી સમસ્ત બ્રહ્મસમાજ અગ્રણી ભુપતભાઈ પંડ્યા, નરેન્દ્રભાઈ જોષી, મુકુન્દભાઈ જોષી અને કેયુરભાઈ પંડ્યાએ જીલ્લા કલેકટરને લેખિત આવેદન પાઠવ્યું હતું

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગત તા.૧૮/૦૯/૨૦૨૦ ના રોજ મંદિરના પૂજારીઓ કર્મકાંડી બ્રાહ્મણોને સરકારે જાહેર કરેલા સહાય પેકેજમાં સમાવવા તમામ જીલ્લા કલેકટરને પત્ર પાઠવી લેખિત રજુઆત કરી હતી

જે પત્રના આધારે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજદ્વારા આજે મોરબી જિલ્લા કલેકટર જે બી પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં ઉપરોક્ત જાહેર કરેલા પરિપત્રના આધારે મોરબીમાં જિલ્લામાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણો અને મંદિરના પૂજારીઓને આર્થિક સહાયમાં સમાવવામાં આવે જેમાં મોરબીમાં વસવાટ કરતા કર્મકાંડી બ્રાહ્મણોનું લિસ્ટ પણ રજુઆતના સામેલ કરેલું છે અને લિસ્ટમાં સામેલ કરેલા બ્રાહ્મણો કરતા પણ વધુ કર્મકાંડી બ્રાહ્મણો અને મંદિરના પૂજારીઓ મોરબી જીલ્લામાં છે

જેમાં સમયમર્યાદામાં જ આ સર્વેને ધ્યાનમાં લઈને તેઓ ને સહાય ચુકવવામાં આવે ઉલ્લેખનીય છે કે કર્મકાંડી બ્રાહ્મણો અને મંદિરનાં પૂજારીઓને કોરોના કાળ દરમિયાન અને લોકડાઉન દરમ્યાન આર્થિક રિતે ભારે તકલીફ પડી છે ત્યારે ગુજરાત સરકાર પવીત્ર યાત્રા ધામ અને વિકાસ બોર્ડે જાહેર કરેલા પરિપત્ર અનુસાર આ સહાય ત્વરિત કરવામાં આવે તેવી માંગ કરી છે જેમાં જીલ્લા કલેકટર જે બી પટેલ દ્વારા હકારાત્મક વલણ દાખવી અને પરિપત્રના આધારે ધ્યાનમાં લઈ કાર્યવાહી કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.