Abtak Media Google News

કોવિડ ૧૯ ની વૈશ્વિક મહામારી ની પરિસ્થિતિમાં સૌથી વધુ કોઈ અસરગ્રસ્ત હોઈ તો તે શેક્ષણિક વ્યવસથા અને શેક્ષણિક સંકુલો છે. કોરોનાનું સંક્રમણ સતત વધતું રહ્યું છે. લોકડાઉનની જાહેરાત થતા સૌથી પહેલા શેક્ષીણક સંકુલો બંધ રાખવામાં આવ્યા હતા અને સૌથી છેલ્લે ખુલશે એવું લાગી રહ્યું છે ..

વાલીઓ કોરોના ના વધતા સંક્રમણના લીધે અવઢવમાં છે ઓનલાઇન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓ નો એક આખો તબક્કો ઓનલાઈન એજ્યુકેશન મેળવી શકતો નથી આ જમીની હકીકત છે  જે ચિંતા નો વિષય છે આથી કેટલાક વિષયોની ગુજરાત સરકારે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સ્પષ્ટતા કરવી જરૂરી છે હજુ દિવાળી પછી ક્યારે શાળા કોલેજો શરૂ થાય તે નક્કી નથી આથી સરકારે તાકીદે રીતે અભ્યાસક્રમમાં શેક્ષણિક દિવસોને ધ્યાનમાં લઇ ઘટાડો કરવો જોઈએ..

રાજ્યમાં માર્ચ મહિનાથી શાળા કોલેજો બંધ છે આ સંજોગમાં NSUI દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ અભ્યાસક્રમમાં ઘટાડા સાથે ગુણભાર,પરીક્ષા પદ્ધતિ સહિતની બાબતો પર તાત્કાલિક જાહેર કરવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ ને અભ્યાસ વિશે અને શિક્ષકો ને પરીક્ષાલક્ષી તૈયારી કરવાનું આયોજન કરી શકે. આ બાબત ને લઈ સુરેન્દ્રનગર જિલ્લા NSUI દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે રાજેશ ને આવેદન આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.