Abtak Media Google News

પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવ વધારા અંગે ઉપલેટા શહેરમાં આમ આદમીના કાર્યકરો દ્વારા મહામારીમાં વધતી જતી મોંધવારીના મારને અટકાવવા મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ મામલે વધુ વિગતો આપતા ઉપલેટા આમ આદમી પાર્ટીના પ્રમુખ સરકાર તરફથી છેલ્લા એકાદ માસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહેલ છે. હાલમાં કોરોના મહામારીના પગલે દેશભરમાં  ત્રણ માસ જેટલું સખત લોકડાઉન થયેલ હોવાથી દરેક વર્ગના લોકોના કામ ધંધા ઠપ્પ હતા. જેથી દરેક વર્ગના લોકો હાલમાં આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહેલ છે. પેટ્રોલ ડીઝનમાં સતત ભાવ વધારાથી દરેક વર્ગન લોકોને રોજીંદા જીવનમાં મોટા આથિંક બોજ પડી રહેલ છે. ભાવ વધારાને રોકવામાં આવે અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ તળિયે પહોચેલ ફૂડના ભાવોને લક્ષ્યમાં રાખીને પણ વ્યાજબી કિંમતે પેટ્રોલ અને ડીઝલ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવે જેનાથી તે હાલમાં કોરોનાની મહામારીને કારણે સંપૂર્ણ કે અંશત: બેકાર બનેલ લોકોમાં આથિક ટેકા રુપ સાબિત થશે. આ બાબતે યોગ્ય કરવા ઉપલેટા મામલતદારને રજુઆત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.