Abtak Media Google News

કોરોના મહામારીમાં વાયરસના બદલે કોઈ ગંભીર ઘટનાનો ભોગ ન બને તે બાબતે સાવચેતીના પગલા લેવા પૂર્વનગર સેવક અને ભાજપ અગ્રણીની માંગ

જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં કોવીડ-૧૯ હોસ્પિટલ તરીકે જાહેર કરેલી હોસ્પિટલો પાસે ફાયર એન. ઓ.સી. સામે જૂનાગઢના ભાજપના અગ્રણીએ સવાલ ઉઠાવી યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. તથા કોરોના ની મહામારી સમયે સરકારની પણ જવાબદારી છે કે જે પરિવારે તેમના પર વિશ્વાસ મૂકી, પોતાના સ્વજનને સોપ્યો છે તેની સારવાર કરાવી તેમના પરિવારને હેમખેમ સોપે ત્યારે આવા સંજોગોમાં દર્દી વાયરસના બદલે કોઈ ગંભીર અકસ્માતનો ભોગ ના બને, અને અમદાવાદની હોસ્પિટલ જેવી કોઈ ઘટના ના સર્જાય તે માટે સાવચેતીના પગલાં ભરવામાં આવે તેમ જણાવ્યું છે.

જૂનાગઢના પૂર્વ નગર સેવક અને ભાજપના અગ્રણી અનિલ ઉદાણી એ મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે,  તાજેતરમાં સુરતની કલાસીસમાં અગ્નિકાંડની ઘટના અને અમદાવાદની ખાનગી હોસ્પિટલ માં બનેલી આગની ઘટનાએ દરેકના હૃદય હચમચાવી નાખ્યા છે આવી કોઈ ઘટનાનું આગામી સમયમાં પુનરાવર્તન ના થાય તે માટે સરકારે ગંભીરતા દાખવી અને કાર્યવાહી પણ કરેલી છે, પરંતુ આજે એક તરફ મહામારીનો સમય ચાલી રહ્યો છે ત્યારે આ વાયરસથી બચવા સંક્રમિત વ્યક્તિ સરકારી હોસ્પિટલ અને ત્યાં જગ્યાના હોય તો ખાનગી હોસ્પિટલમાં સરકાર દ્વ્રારા મોકલવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.