Abtak Media Google News

લોકલાગણી અને માગણીને માન આપી સરકારનો નિર્ણય

રૂ.૧૫૪ કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત: ફલાય ઓવરબ્રિજ માટે રૂ.૧૫૫ કરોડ મંજૂર: રૂપાણી

જામનગરમાં સુભાષ બ્રીજથી ઈન્દિરા માર્ગ ઉપરના ફ્લાય ઓવર બ્રીજ માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રૂપિયા ૧પપ કરોડની રકમને મંજુરી આપવામાં આવી છે. પ્રથમ આ ફ્લાય ઓવર માટે ૧પપ કરોડનો જ પ્રોજેક્ટ રજૂ થયો હતો એ પછી ફ્લાય ઓવરની લંબાઈ ઘટાડી ખર્ચાની ૬પ કરોડની મર્યાદા કરી નાંખવામાં આવી હતી, પરંતુ લાગણી અને માંગણીને ધ્યાને લઈ આજે મુખ્યમંત્રીએ રૂપિયા ૧પપ કરોડની જાહેરાત કરી દીધી હતી. હવે આ ફ્લાય ઓવર માટેની ગતિવિધિ આગળ ધપાવવામાં આવશે. જામનગરના રૂપિયા ૧પ૪ કરોડ ૬૧ લાખના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે આ જાહેરાત થઈ હતી.

2.Jpeg

જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં પ૭૬ આવાસ, રઘુવીર સોસાયટીમાં ૩પર આવાસ અને મીની ફાયર ટેન્ડરનું ઈ-લોકાર્પણ તેમજ બેડી ઓવરબ્રીજ પાસે આવાસ, ઘાંચી કોલોનીમાં આવાસનું ઈ-ખાતમુહૂર્ત ઉપરાંત બેડી માર્ગ શેલ્ટર હોમ ભૂજિયા કોઠાનું રેસ્ટોરેશન, સિટી ડીસ્પેન્સરી, આજી-૩ ડેમ સાઈટ ઉપર એપ્રોચ રોડ, ઢીંચડા, રવિ પાર્ક ઈ.એસ.આર. વિસ્તારમાં ડી.આઈ. પાઈપલાઈનનું કામ, જુદા જુદા ઈ.એસ.આર.ની મશીનરી બદલાવવાનું કામ, ગુલાબનગર, નવાગામ (ઘેડ) ડી.આઈ. પાઈપલાઈનનું કામનું ઈ-ખાતમુહૂર્ત મળી કુલ ૧પ૪ કરોડ ૬૧ લાખના કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમયે તેમની સાથે ગાંધીનગરથી આર.સી. ફળદુ પણ જોડાયા હતાં.

Matter 1 Fly Over 9

જામનગરમાં ટાઉન હોલમાં આયોજીત કાર્યક્રમમાં મેયર હસમુખ જેઠવા, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ડેપ્યુટી મેયર કરસન કરમૂર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, અગ્રણી જીતુભાઈ લાલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના સુભાષ બ્રીજથી ઈન્દિરા માર્ગ સુધીના એપ્રોચ રોડ સહિતના કુલ સાડા ત્રણ કિ.મી.ની લંબાઈના ફ્લાય ઓવર બ્રીજ માટે ૧૫૫ કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ પછી ફ્લાય ઓવર બ્રીજની લંબાઈ ઘટાડીને ૧૨૦૦ મીટર કરી નાંખવામાં આવી હતી અને સમગ્ર પ્રોજેક્ટ રૂા. ૬૫ કરોડનો સિમિત કરવામાં આવ્યો હતો. આ બાબતે જે તે સમયે માંગણી પણ ઉઠવા પામી હતી કે પૂર્ણ લંબાઈનો જ ફ્લાય ઓવર બ્રીજ બનાવવો જોઈએ આખરે મુખ્યમંત્રીએ મુળભૂત ડિઝાઈન મુજબનો જ ફ્લાય ઓવર બનાવવા અને તેના માટે ૧૫૫ કરોડના ફંડની જાહેરાત કરી હતી. જેને હર્ષભેર વધાવી લેવામાં આવી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે એમ.પી.શાહ ઉદ્યોગ જગ્યામાં ૫૭૬ આવાસનું રૂપિયા ૩૨ કરોડ ૪૫ લાખ, રઘુવીર સોસાયટી (લાલપુર રોડ)માં ૩૫૨ આવાસોનું રૂા. ૨૪ કરોડ ૩૬ લાખના ખર્ચ નિર્માણ તેમજ ૪૫ લાખના ખર્ચ ખરીદાયેલા ફાયર ટેન્ડરનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રીના હાથે કરવામાં આવ્યું હતું. ઉપરાંત બેડી ઓવરબ્રીજ પાસેના રૂા. ૨૭ કરોડ ૮૩ લાખના ખર્ચ નિર્માણ થનારા ૨૭૨ આવાસ તથા ઘાંચી કોલોનીમાં રૂા. ૬ કરોડ ૫૪ લાખનો ખર્ચ નિર્માણ થનારા  ૯૨ આવાસનું ઈ-ખાત મુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત બેડી માર્ગે રૂા. ૧ કરોડ ૬૩ લાખના ખર્ચ શેલ્ટર હોમ, રૂા. ૨૩ કરોડ ૬૯ લાખના ખર્ચથી ભુજીયા કોઠાનું રેસ્ટોરેશન, સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ પાસે રૃા. ૧ કરોડ ૧૦ લાખના ખર્ચ સીટી ડિસ્પેન્સરી સ્વ. હરિદાસ જીવણદાસ લાલ (બાબુ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી બનાવાશે તેનું પણ આજે ઈ-ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત આજી-૩ ડેમ સાઈટ ઉપર ૭ કરોડ ૯ લાખના ખર્ચે ઈન્ટેક વેલ એપ્રોચ બ્રીજનું કામ ૧૦ કરોડના ખર્ચે ઢીંચડા, રવિ પાર્ક ઈએસઆર હેઠળના વિસ્તારમાં ડી.આઈ. પાઈપ લાઈન નાંખવાનું કામ, રૂા. ૬ કરોડ ૫૦ લાખના ખર્ચે ડેમ સાઈટ, ફિલ્ટર પ્લાન્ટમાં પમ્પીંગ મશીનરી બદલાવવાનું કામ, રૂા. ૧૨ કરોડ ૯૭ લાખના ખર્ચની ગુલાબનગર તથા નવાગામ ઈ.એસ.આર. હેઠળના ડી.આઈ. પાઈપલાઈન નાંખવાનું કામ, મળી કુલ ૧૫૪ કરોડ લાખના કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાત મુહૂર્ત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.