Abtak Media Google News

ઉત્તર પ્રદેશના લખીમપુરમાં નેશનલ હાઈવે 24 પર શનિવારે સાંજે એક રોડ એક્સિડન્ટમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે માણસોથી ભરેલી ગાડીએ હાઈવે પર ઊભેલી એક ટ્રકને ટક્કર મારી દીધી હતી. જોકે આ ઘટનામાં 2 વર્ષની બાળકીનો ચમ્તકારિક બચાવ થઈ ગયો છે. જોકે ઘટનામાં તેની માતાનું મોત થઈ ગયું છે.

એજન્સીના જણાવ્યા પ્રમાણએ પેસેન્જર સાથેની આ ગાડી શાહજહાંપુરથી સીતાપુર જઈ રહી હતી. ઘટના સવારે 5 વાગે લખીમપુર પાસે આવેલા ઉચૌલિયા હાઈવે પર થયો હતો. ટક્કર એટલી ભીષણ હતી કે ઘટના સ્થળે જ 9 લોકોના મોત થઈ ગયા હતા. 8 ઘાયલ લોકોને જિલ્લા શાહજહાંપુરની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 4 લોકોના મોત થઈ ગયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.