Abtak Media Google News

અભ્યાસ પૂરો થયા પછી કામ કરવાનો પરવાનો આપતા ટાયર-ર પ્રકારના વિઝામાં નિયમો હળવા કરતી બ્રિટીશ સરકાર: નવા નિયમો ૧૧ જાન્યુ. થી અમલી

યુ.કે.માં ભણતા ભારતીયોને હવે વર્ક વિઝા પણ મળી શકશે. તેમને અત્યારે બે પ્રકારના વિઝા મળે છે. ટાયર-૪ અને ટાયર-ર જેમાં ટાયર-૪ માં તેઓ તેમના ભણતર દરમિયાન અઠવાડીયે ર૦ કલાક અને વેકેશનમાં ફૂલ ટાઇમ એટલે કે અઠવાડીયે ૪૦ કલાક કામ કરી શકે છે.

ટાયર-રમાં સરકારે નિયમો હળવા કર્યા છે. યુ.કે. ની યુનિવર્સિટીઓ અને સરકાર (થેરેસા મે) વચ્ચે થયેલી મીટીંગ દરમિયાન ટાયર-રમાં નિયમો હળવા કરવાનો નિર્ણય લેવાયો હતો.

ટાયર-ર વિઝામાં યુ.કે. માં ભણતો વિઘાર્થી તેના હાથમાં ડીગ્રી (પદવી) આવ્યા પહેલાંથી જ સ્કિલ વર્ક વિઝા માટે એપ્લાય કરી શકશે. આ નવે નિયમ આગામી તારીખ ૧૧ જાન્યુઆરીથી યુ.કે. માં લાગે પડશે.

વર્તમાન નિયમ અનુસાર વિદેશી વિઘાર્થી તેના હાથમાં ડિગ્રી આવે ત્યારબાદ જ અમુક ચોકકસ સમય સુધી સ્કિલ વર્ક વિઝા (મતલબ તે જે ફિલ્ડમાં ભણ્યો છે તે ફિલ્ડમાં જ નોકરી) માટે એપ્લાય કરી શકતો હતો. હવે આમા ઘણીવાર વિઘાર્થી અભ્યાસ પૂરા કરે, તેના હાથમાં ડી્રગી આવે અને પછી વર્ક વિઝા માટે એપ્લાય કરે ત્યાં સુધી સ્ટુડન્ટ વિઝા એકસ્પાયર થઇ જતા હતા. આ વિટંબણાને ઘ્યાને લઇને યુ.કે. સરકારે ઉપરોકત નિર્ણય લીધો છે.

ટૂંકમાં યુ.કે.માં હવે ટાયર-ર કેટેગરીના વિઝામાં નિયમો હળવા કરાયા છે. એટલે વિદેશી છાત્રો ખાસ કરીને ભારતીયોને યુ.કે. સરકારની આ ક્રિસમસ ગિફટ કહી શકાય. વિદેશી છાત્રો માટે આ ગુડ ન્યુઝ છે.

કેમ કે અભ્યાસ પૂરો કરીને ટાયર-ર વિઝા થકી તેઓ પી.આર. સ્ટેટસ મેળવવા માટે લાયક બની જાય છે. હવે ચિત્ર એવું ઉભું થઇ રહ્યું છે કે ભારતીય છાત્રો માટે ફરીથી યુ.કે. માનીતો દેશ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.