Abtak Media Google News

વન્યજીવ સપ્તાહની ઉજવણી નિમિતે નવરંગ નેચર કલબનું પ્રેરક આયોજન: આયોકો અબતકની શુભેચ્છા મુલાકાતે

નવરંગ નેચર કલબ અને સદભાવના વૃઘ્ધાશ્રમ દ્વારા વન્ય જીવ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોને વન્યજીવો, વનસ્પતિ અને કુદરતિ સંપતિનું મહત્વ સમજાય તે હેતુથી લેખીત કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો. પ થી ૧ર ના વિઘાર્થીઓ તેમજ કોલેજના વિઘાર્થીઓ ભાગ લઇ શકશે. આ અંગે વધુ વિગત આપવા નવરંગ નેચર કલબના પ્રમુખ વી.ડી. બાલા, ધીરૂભાઇ ડાંગર, કાંતિભાઇ ભૂત, કિશોરભાઇ મકવાણા, નરેશભાઇ નકુમ, ઉર્વેશ પટેલ, અને દિવયંગ કુગશિયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.ભારતીય વનનિતી મુજબ કુલ જમીનના ૩૩ ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઇએ પરંતુ ગુજરાત રાજયમાં ૧૦ ટકા જ જંગલો છે. તેને સાચવવાની જવાબદારી સરકારી રાહે થતી હોય છે. પરંતુ બાકીના ૯૦ ટકા વિસ્તારમાં લોકો રહે છે. ત્યાં વન્યજીવો વનસ્પતિ, કુદરતી સંપતિનું મ!વ સમજાય અને આ ૯૦ ટકા વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષો વવાય, સંચવયા, વન્યજીવોની કાળજી લેવાય, કુદરતી સંપતિ સારી રીતે જળવાય તે માટે જાગૃત થાય અને પોતાના ખેતરમાં એક લાઇન જુવાર અથવા બાજરાનું વાવેતર પક્ષીઓ  માટે કરતા થાય અને કુદરતી સંપતિનું વિવેક ભર્યો ઉપયોગ કરતા થાય.વિઘાર્થી અવસ્થામાં વન્યજીવો પ્રત્યે જાવૃતિ કેળવાય વિવિધ પોષણ કળીઓમાં વન્યજીવોનું મહત્વ શું છે તેની જાણકારી મળે, પક્ષીઓ આપણને કઇ રીતે ઉપયોગી છે ? જેમ કે પક્ષીઓઇયળો જીવડા ખાય આપણને મદદરુપ થાય છે. ફળ ખાય દૂર દૂર સુધી જઇને ચરકે છે આમ વૃક્ષો ઉગાડવાનું પરાગરજ એક જગ્યાએ લઇ જવાનું ભગીરથ કાર્ય કરે છે તેના મધુર અવાજથી વાતાવરણને હર્યુ ભર્યુ રાખે છે અને આપણને મધુર બોલવાની પ્રેરણા આપે છે. વન્યજીવોમાં શ્ર્વાસ કુળના વ‚ (નાર) ની સંખ્યા ઘટવાથી નીલ ગાય તથા બીજા હરણોની સંખ્યા વધી ગયેલ છે. કુદરતી નિયમનની સિસ્ટમ ખોરવાય ગયેલ તેથી ખેતી પાકને પારાવાર નુકશાન થાય છે. આવી વિવિધ પોષણકળીઓની માહીતી મળે તથા વન્યજીવો ખુબજ ઓછા બીમાર પડે છે તેના કારણોમાં તેનો ખોરાક કુદરતી છે. આપણે પણ કુદરતી ખોરાક ખાવાનું રાખીએ અને વન્યજીવો વિકટ પરિસ્થિતિ સામે લડે છે. છેલ્લા શ્ર્વાસ સુધી લડતા રહે છે. આપણે વિકટ પરિસ્થિતિ આવતા નાસી પાસ થઇએ છીએ. આપણે વન્યજીવો પાસેથી પરિસ્થિતિ સામે લડતા શિખવું જોઇએ વન્યજીવોના રહેઠાણનું મહત્વ સમજાય અને વન્યજીવો પ્રત્યે અનુકંપા જાગે પૃથ્વી પરના સૌથી બુઘ્ધિશાળી પ્રાણી (માનવી) વન્યજીવોને પૃથ્વી પર રહેવાનું તેની વૃઘ્ધિ કરવાનો અધિાર બક્ષે તેવો હેતુથી નગરંગ નેચર કલબ રાજકોટ વિઘાર્થીઓની લેખીતમાં કસોટી લેવા માગે છે જેમાં ધોરણ પ થી ૧ર ના વિઘાર્થીઓ તેમજ કોલેજના વિઘાર્થીઓ ભાગ લઇ શકશે., પ્રશ્ર્ન પત્ર જે તે સ્કુલ અથવા કોલેજએ સંસ્થા પાસેથી મેળવી લેવા, કસોટી પોતાની સ્કુલ તથા કોલેજમાં લેવાની રહેશે, કોઇપણ જાતની ફી રાખેલ નથી., આ વર્ષે પચાસ હજાર વિઘાર્થીઓ પરીક્ષામાં ભાગ લે તેવું આયોજન છે., સ્કુલ અને કોલેજ દીઠ બે વિઘાર્થીઓને ઇનામ અમારા તરફથી આપવામાં આવશે. પ્રશ્ર્ન પત્ર નિલકંઠ પાર્ક જે-૩/ર શાળા નં. ૮૦ ની બાજુમાં નિલકંઠ પાર્ક મેઇન રોડ, નિલકંઠ ટોકીઝ પાછળ, રાજકોટ ખાતેથી મેળવી શકાશે. વિશેષ માહીતી માટે મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮ ઉપર સંપક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.