વિદ્યાર્થીઓએ વાંચવા જેવું: જિંદગી એ કોઈ ટીવી સીરીયલ નથી, ભણતરની સાથે ઘડતર પણ જરૂરી !!

વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે ઘડતર જરૂરી

ટીવીમાં દર્શાવાતું જીવન સાચુ નથી હોતું અને જીવન એ ટી.વી.ની સિરિયલ નથી

જીવનની શાળામાં ધોરણ અને વર્ગ નથી હોતા, જેથી જે કંઇ કરવાનું તે જાતે જ કરવું પડશે

વર્તમાન સમયમાં વિઘાર્થીઓના ભણતરની સાથે સાથે ઘડતર જરુરી છે. તનાવથી પર થઇ અને દરેક બાબતને સકારાત્મકતા સાથે જોડી દેવામાં આવશે તો તનાવ પણ ઓછો થશે. વિઘાર્થીઓને અભ્યાસ અને પરિક્ષાની ચિંતા એ તનાવનો એક ભાગ છે. દેખા દેખીમાં આવી જઇ અમુક ટકા માર્કસ આવવા જ જોઇએ… આજના સમયમાં પરિક્ષામાં પાસ થવું એના કરતાં માર્કસની ટકાવારી મેળવવાની હોળ જામી છે. જો કે તે ખુબ જ સારુ છે. પરંતુ યોગ્ય પઘ્ધતિથી વિચાર સાથે મહેનત કરવામાં આવે તે પણ એટલું જ જરુરી છે. દરેક બાબતે સકારાત્મક તરીકે વિચારવામાં આવે તો પણ પરિણામ ચોકકસ સારુ આવે તેમાં શંકા નથી.

વિઘાર્થીઓ માટે જરુરી અને ઉપયોગી બાબતે જોઇએ તો જીવનમાં ઉતાર ચઢાવ આવતા જ હોય છે તેની આદત પાડવી જરુરી છે, લોકોને તમારા સ્વાભિમાનની નથી પડી હોતી પહેલા તો તેના માટે પોતાને સાબીત કરો, કોલેજનો અભ્યાસ પુરો થાય એટલે મોટા પગારનું ન વિચારો, એક રાતમાં કોઇ વાઇસ પ્રેસીડેન્ટ ન બની શકે, તેના માટે સખત મહેનત કરી જરુરી છે.

અત્યારે શિક્ષક કડક અને ભયાનક લાગતા હશે. કારણ કે બોસ નામના પ્રાણીનો પરિચય નથી, તમારી ભૂલ, હાર વગેરે ફકતને ફકત તમારા જ છે, તેના માટે બીજાને દોષ ન આપો, ભૂલમાંથી શીખીને આગળ વધો, તમને અત્યારે જેટલા નિરસ અને કંટાળા જનક માતા-પિતા લાગે છે તે તમારા જન્મ પહેલા ન હતા. તમારૂ પાલન પોષણ કરવામાં તેમણે એટલું કષ્ટ ઉઠાવ્યું કે તેમનો સ્વભાવ બદલાઇ ગયોહોઇ શકે.

કોન્સોવેશન પ્રાઇઝ ફકત શાળાઓમાં જ જોવા મળશે, બહારની દુનિયામાં હારવાવાળાને મોકો નથી મળતો.

જીવનની શાળામાં ધોરણ અને વર્ગ નથી હોતા. મહિનાનું વેકેશન પણ નહી મળે, ત્યાં તમને શીખવાડવા વાળુ પણ કોઇ નહી હોય, જે કંઇ કરવાનું તે જાતે જ કરવું પડશે.

ટી.વી.માં દર્શાવાતું જીવન સાચુ નથી હોતું અને જીવન એ ટી.વી.ની સીરીયલ નથી. જીવનમાં આરામ નથી હોતો ત્યાં ફકત કામ, કામ અને કામ જ હોય છે. આપણે કયારેય વિચાર્યુ કે લકઝરી કારની જાહેરાત ટી.વી. પર કેમ નથી આવતી કારણ કે તે કાર બનાવનારને ખબર છે કે આવી કાર લેનાર વ્યકિત પાસે ટી.વી. જોવાનો સમય હોતો નથી. સતત ભણતા અને સખત મહેનત કરતા પોતાના મિત્રોની મશ્કરી ના કરો. એક સમય એવો પણ આવે કે તમારે તેના હાથ નીચે કામ કરવું પડે,

આ વાતો વિઘાર્થીઓએ અનુસરી જીવનમાં ઉતારવા જેવી ખરી….

Loading...