Abtak Media Google News

ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો-૧૦ના પરિણામમાં અક્ષર સ્કૂલના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. સ્કૂલના ધો.૧૦ના કુલ ૪૭ વિદ્યાર્થીઓમાંથી ૯૦ પીઆર ઉપર ૧૯ વિદ્યાર્થીઓ જયારે ૮૦ પીઆર ઉપર ૨૩ વિદ્યાર્થીઓ આવ્યા છે. શાળાનું પરિણામ ૯૭.૮૭ % છે. જાદવ ખુશી ૯૮.૭૨ પીઆર સાથે ધો.૧૦માં પ્રથમ નંબર મેળવી પોતાનું તથા સ્કૂલનું નામ રોશન કર્યું છે. આ માટે તેણે સ્કૂલના ટ્રસ્ટી રાજાણી, મેતા તથા વઘાસિયા અને ધો.૧૦ના સમગ્ર શિક્ષકગણનો આભાર માન્યો છે.

અક્ષર સ્કૂલ પ્લેહાઉસથી ધો.૧૨ સાયન્સ/કોમર્સ સુધીની સ્કૂલ છે. ૧૮ વર્ષના અનુભવી સાયન્સ શિક્ષકો રાજાણી જે.એન.મેતા, વઘાસિયા તેના સંચાલકો છે. ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રિલાયન્સ, ટીસીએસ, વીડીયોકોન જેવી કંપની તેમજ ર્સ્ટલિંગ, વોકહાર્ટ જેવી હોસ્પિટલમાં પાતાની સેવા આપે છે.

વર્ષ ૨૦૧૯નું ધો.૧૨ સાયન્સનું પરિણામ ૯૫ પીઆર ઉપર ૧૯ વિદ્યાર્થીઓ જયારે ૯૦ પીઆર ઉપર ૩૭ વિદ્યાર્થીઓ આવ્યા છે. ભાલારા ધૃમિલ ગુજકેટમાં ૯૯.૯૦ પીઆર સાથે સમગ્ર બોર્ડમાં દસમાં ક્રમે જેઈઈ મેઈનમાં ૯૬.૬૦ પીઆર મેળવી શાળામાં પ્રથમ નંબર મેળવી કમ્પ્યુટર એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. સ્કૂલમાં ધો-૧૧થી જેઈઈ/નીટની તૈયારી અનુભવી નિષ્ણાંત તજજ્ઞ શિક્ષકો દ્વારા કરાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.