Abtak Media Google News

ગણિત સિવાય તમામ પેપરો ધો.૧૦માં સરળ રહ્યાં

ધો.૧ર સામાન્ય પ્રવાહમાં આજે કોમ્પ્યુટર પરિચયનું પેપર

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં શરુ થયેલી ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષાની મુખ્ય વિષયોની પરીક્ષાના મોટાભાગના પેપરો ગઇકાલે જ પુર્ણ થઇ ગયાં છે. ધો.૧૦ માં ગઇકાલે સંસ્કૃતનું છેલ્લું પેપર  સવારના ભાગમાં લેવામાં આવ્યું હતું. એકદરે પેપર સરળ નીકળતા વિઘાર્થીઓ ખુશખુશાલ થઇ ગયા હતા. જયારે ધો.૧રમાં બપોરના અંગેજી વિષયની પરીક્ષાનું પેપર લેવામાં આવ્યું હતું. ધો.૧૦માં સંસ્કૃતની પરીક્ષા પૂર્ણ થતા એસ.એસ.સી. ની તમામ પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઇ છે અને વિઘાર્થી તેમજ વાલીઓએ પણ હાંશકારાનો અનુભવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ધો.૧૦ અને ધો.૧રના તમામ પેપરો એકદર સરળ અને પાઠયપુસ્તક આધારીત નીકળતા વિઘાર્થીઓ ગેલમાં આવી ગયા છે. ધો.૧૦ની પરીક્ષા પૂર્ણ થતા વિઘાર્થીઓએ આખા વર્ષની મહેનત બાદ રાહત અનુભવી હતી. ધો.૧ર સામાન્ય પ્રવાહમાં આજરોજ ચિત્રકામ અને કોમ્પ્યુટર પરીચયની પરીક્ષા લેવામાં આવનાર છે.

નોંધનીય છે કે ધો.૧રની ઉતરવહીની ચકાસણી માટે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં મઘ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરુ થઇ ગયા છે. ઉતરવહી ચકાસણીના પ્રથમ દિવસે પ૦ ટકા શિક્ષકો ગેરહાજર રહ્યા છે. જે શિક્ષકો ઉતરવહીનો ચકાસણીમાં ગેરહાજર રહ્યા છે. તેમને નોટીસ ફટકારવામાં આવી છે. અને બે દિવસમાં હાજર થવા માટે તાકીદ કરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.