Abtak Media Google News

ફયુઝન ડાન્સ, નૃત્ય નાટીકા, એકાંકી નાટક સહિતના આયોજનો થયા: અનેક આગેવાનો રહ્યા ઉપસ્થ્તિ

ત્રંબા પાસે આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા રંગતરંગ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક કાર્યક્રમમાં સ્કૂલના નાના ભુલાકાઓથી લઈને યુવાનો દ્વારા વિવિધ વિષયોને ધ્યાને રાખીને સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી. વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ અને આમંત્રિત મહેમાનોએ કડકડતી ઠંડીમાં કાર્યક્રમની મોડી રાત સુધી મજા માણી હતી. રંગતરંગ-૨૦૧૮ કાર્યક્રમમાં અતિથિ વિશેષપદે રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ વંદના, નૃત્યથી કાર્યક્રમની શ‚આત થઈ હતી. ત્યારબાદ ત્રીસ જેટલા બાળ જોકરો દ્વારા હાસ્ય નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત નર્સરી, કે.જી.ના ભુલકાઓના ફયુઝન ડાન્સે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ધુમર, મરાઠી લાવશી, ગુજરાતી મીક્ષ, રાસ, કાશ્મીરી બુમરા નૃત્ય, મહિલાસુર રાસની સાથો સાથ ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને સ્ટેજ ઉપર તાદશ્ય કરી હતી. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ ઉપરાંત રજની ત્રિવેદી દ્વારા પેઈન્ટીંગમાં ભારતીય સેનાને બિરદાવતું લાઈવ ચિત્ર પેઈન્ટ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનામાં શહિદ થઈ ગયેલા જાબાજોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમની ખાસ બાબત એ હતી કે ચીલા ચાલુ કૃતિઓના બદલે વિદ્યાર્થીઓ વાલીઓને સામાજિક સંદેશો આપવા માટેની કૃતિઓ રજુ કરવામાં આવી હતી. વ્યસનો અંગે જાગૃતિ આવે તે માટે નૃત્ય નાટીકા દ્વારા સંદેશ અપાયો હતો.

અભ્યાસના ભારને કારણે વિદ્યાર્થીઓમાં અનુભવાતી માનસિકતાને દુર કઈ રીતે કરી શકાય, જો તે દુર કરવામાં ન આવે તો તેના પરિણામો અને આત્મહત્યા જેવા અંતિમવાદી રસ્તા તરફ વિદ્યાર્થી ન વળે તે માટેના જોરદાર સંવાદ સાથેનું એક અંકી નાટક રજુ કરવામાં આવ્યું હતું. આ પહેલા રાજકોટ પોલીસ કમિશનરે પ્રાસંગિક સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, ભણતરની સાથે સાથે સંસ્કાર સિંચનની પણ એટલી જ જરૂર છે અને આવા સંસ્કારોના સિંચન માં-બાપ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જ આપી શકાય છે. આવા ભારતીય સંસ્કૃતિના સંસ્કાર ઘડતરનું સિંચન કરતી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલને કમિશનર ગેહલોતે બિરદાવી હતી.

હાજર મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા અને મહાનુભાવોનું શાલ ઓઢાડીને તથા પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં અરવિંદભાઈ દોમડિયા (કૃણાલ ક્ધટ્રકશન પ્રા.લી, નટુભાઈ ચોકસી (સી.એમ.ગ્રુપ-જુનાગઢ), સતિષકુમાર મહેતા (અબતક મીડિયા), કમલ ધામી (રાજ બેંક સીડીઓ), કનકસિંહ ઝાલા (સમાજ સુરક્ષા અધિકારી), ચિરાગ ધામેચા (સી.જે.ગ્રુપ ચેરમેન), વનિતાબેન રાઠોડ (આચાર્ય વિનોબા ભાવે પ્રા.શાળા), શર્મિલાબેન બાંભણીયા (પ્રમુખ ખોડલધામ મહિલા સમિતિ), પરેશભાઈ ગજેરા વગેરે હાજર રહ્યા હતા.

સંસ્થાના મહેન્દ્રભાઈ ગજેરા તથા તૃપ્તિબેન ગજેરાએ હાજર રહેલા તમામ ગણમાન્ય અતિથિઓનો આભાર વ્યકત કર્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં જહેમત ઉઠાવનાર શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ વાલી ગણનો યશ સહમર આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.