Abtak Media Google News

ફિલ્મમેકર કરણ જોહરે તેની નવી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરની સીક્વલનું નવું પોસ્ટર રીલીઝ કર્યું છે. જોકે હાલ આ ફિલ્મમાં કોઇ અભિનેત્રીના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

કરણ જોહરે સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું છે કે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ દુનિયાભરમાં 23 ફેબ્રુઆરી 2018એ રિલીઝ કરવામાં આવશે. પોસ્ટરમાં ફિલ્મના મુખ્ય અભિનેતા ટાઇગર શ્રોફ ડેનિમની શર્ટ અને પેન્ટ પહેરેલા નજરે પડી રહ્યા છે અને હાથમાં બેગ છે.

તેના શર્ટના બટન ખુલ્લા છે. જેમા તેના એબ્સ નજરે પડે છે.
ફિલ્મની બે મુખ્ય અભિનેત્રીના નામની ઘોષણા આગામી મહિનામાં કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન પુનીત મલ્હોત્રાએ કર્યું છે. વર્ષ 2012માં સ્ટુડન્ટ ઓફ ધ યર આવી હતી. જેમા આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન મુખ્ય પાત્ર ભજવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.