Abtak Media Google News

રંગમતી નદીની સફાઇની કામગીરી સામે વિરોધ વ્યક્ત કરી રહેલા કોર્પોરેટર સહિતના ટોળાએ પોલીસ પર કર્યો હુમલો: આત્મવિલોપન કરતા અટકાવતા તંગદીલી

જામનગર ખાતે આવેલી રંગમત્તી નદીની સફાઇની ચાલી રહેલી કામગીરી બરોબર ન ચાલતી હોવાના આક્ષેપ સાથે આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા અટકાવવાની થયેલી કામગીરી દરમિયાન વિરોધ કરતા ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા વિફરેલા ટોળાએ પોલીસ પર ભારે પથ્થરમારો કરી પોલીસના વાહનમાં નુકસાન કર્યુ હતું. પોલીસે બેકાબુ ટોળાને વિખેરવા હળવો લાઠ્ઠીચાર્જ કરતા તંગદીલી સર્જાય હતી.

જામનગરની રંગમત્તી અને નાગમત્તી નદીની સફાઇ કામગીરી સરકાર દ્વારા શઆરયુ કરાવવામાં આવી હતી. નદીની સફાઇની કામગીરી બરોબર ન થતી હોવાના આક્ષેપ સાથે જામનગરના દેવશી ધુલીયાએ આત્મવિલોપનની ચીમકી ઉચારી હતી.

જામનગરના વોરાના હજીરા પાસે દેવશી ધુલીયા આત્મવિલોપન ન કરે તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દેવસી ધુલીયાના સમર્થનમાં મોટુ ટોળુ ત્યાં ઘસી આવ્યું હતું. અને ભારે સુત્રોચ્ચાર કરી પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો.

પોલીસ પર હુમલો થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યા હતા પણ રોષે ભરાયેલું ટોળુ વધુને વધુ વિફરતું હોવાથી પોલીસે હળવો લાઠ્ઠીચાર્જ કરી ટોળાને વિખેરવા પ્રયાસ કરતા બેકાબુ ટોળાએ પોલીસ વાહન પર પથ્થરમારો કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરી વાહનમાં નુકસાન કર્યા અંગેની દેવસી ધૂલીયા, તેની પત્ની બાનુબેન, મહિલા કોર્પોરેટર નયનાબેન તેમના પતિ ખેંગારભાઇ તેમના પુત્ર વિજય અને રાજ સહિતના ટોળા સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.