Abtak Media Google News

નચીકેતાના એન્યુઅલ ફંકશનમાં કોર્ટ ઓફ માર્ટયર દ્વારા વર્ણવાયેલી શહીદ ગાાઓ અંગે સાંઈરામ દવેએ વિગતો આપી

દેશમાં  કટ્ટર નહીં ટટ્ટાર પેઢીનું નિર્માણ કરવું જોઈએ તેવું આજે ‘અબતક’ની મુલાકાતે આવેલા કલાકાર સાંઈરામ દવેએ કહ્યું હતું. તેમણે તાજેતરમાં નચીકેતા સ્કૂલના એન્યુઅલ ફંકશન દરમિયાન યોજાયેલા કોર્ટ ઓફ માર્ટયર દ્વારા વર્ણવાયેલી શહિદ ગાાઓ અંગે વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે, અમે બાળકોનું પર્સનલ કાઉન્સીલીંગ કરીએ છીએ. બાળકને જેમાં રસ હોય તેમાં આગળ લાવવાનો પ્રયાસ થાય છે.

તેમણે કહ્યું હતું કે, ભણતર એ પ્રવાસ છે, સ્પર્ધાની. બાળપણના ભોગે અમે ભણતરનો આગ્રહ રાખતાની. બાળકને જેમાં રસ છે તેમાં આગળ ધપાવવાનો પ્રયત્ન થાય છે. અમે સ્કૂલમાં શિક્ષણના પ્રયોગ કરીએ છીએ. કેમ કે, શિક્ષણમાં પ્રયોગ ન થાય તો તે ગંધાય છે. વર્તમાન સમયમાં બાળ અને ગુરૂ વચ્ચેનું એટેચમેન્ટ ઘટયું છે. ગુરૂ-શિષ્યની પરંપરા માર્કશીટના કારણે ભુલાઈ ગઈ છે.

તેમણે કાર્યક્રમની વિગત આપતા જણાવ્યું હતું કે, હાસ્ય કલાકાર સાંઈરામ દવેની સ્કૂલમાં દર વર્ષે એક નવા કોન્સેપ્ટ પર એન્યુઅલ ફંશકન થાય છે. જેમાં આ વર્ષે વિર્દ્યાીઓમાં રાષ્ટ્રભક્તિના બીજ રોપવા કોર્ટ ઓફ માર્ટયર નામનો મલ્ટીમીડીયા શો યોજાયો. જેમાં ૫૭૦થી વધુ નચિકેતાઓએ ૧૮૫૭ના વિપ્લવી લઈ ૧૯૪૭ની આઝાદી સુધીનીં કંઈક વણ કહેવાયેલી વાતોને બખુબી રીતે રજૂ કરી. ક્રાંતિવીર ગરબડદાસ પટેલી લઈને એવા કેટલાય શુરવીરો છે જેમનો ભાગ્યે જ ક્યાંક ઉલ્લેખ છે તેવા વણ કહેવાયેલા હીરોને નચિકેતાઓએ ન્યાય આપવાની કોશિષ કરી હતી.

ત્રણેક હજારી વધારે વાલીઓની થતા મહેમાનોની ઉપસ્થિતિમાં છ જેટલા સુત્રધાર બાળકો દેશના કેટલાક પાત્રોને કોર્ટમાં ઘસડી લાવે છે. સતત સાડા ત્રણ કલાક સુધી દિલધડક ડાયલોગ સો એક સ્ટેજ પર ક્રાંતિવીરોની કોર્ટ ચાલે છે. જેમાં જહાંગીર, ભગતસિંહની જનેતા, અજીમુલ્લા ખાન, ગરબડદાસ પટેલ તા સુભાષચંદ્ર બોઝ પર નચિકેતાઓ મુકદ્દમો ચલાવે છે અને ઈ.સ.૧૮૫૭માં હાંસીયામાં ધકાયેલા પાત્રોને સુપેરે મંચ પર લાવો છે. સો બીજા સ્ટેજ પર દેશની આઝાદી માટે મતા નરમદલ અને ગરમદલની હર્દયસ્પર્શી વાત રજૂ થાય છે.

મંગલ પાંડેી માંડી ભગતસિંહ સુધીના સત્તર ક્રાંતિવીરોને એક સો ફાંસી જ્યારે આપવામાં આવે છે. ત્યારે મવડી ગ્રીન્સ પાર્ટી પ્લોટનું આખું ઓડિયન્સ ઉભું ઈને સલામી આપે છે. મંગલ પાંડેની સહાદતી લઈ પાકિસ્તાનના ભાગલા સુધીની આઝાદીની આખી યાત્રા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી નાંખે છે.

‘કોર્ટ ઓફ માર્ટયર્સ’ કાર્યક્રમની વિશેષ એ હતી કે, આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે શહીદ જ્યોતિન્દ્રસિંહ ઝાલાના પરિવારના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. તેમજ આર્મીના નિવૃત અધિકારીઓ કેપ્ટન જયદેવ જોશી, રઘુવીરસિંહ જાડેજા, અનિરુધ્ધસિંહ પરમાર તેમજ વનરાજસિંહ જાડેજા ખાસ ઉપસ્તિ રહ્યાં હતા. સંઘ પરિવારના ડો.ભાડેશીયા તા પ્રદિપસિંહ વાઘેલા અમદાવાદી ઉપસ્થિત રહ્યાં હતા. જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાય સમગ્ર કાર્યક્રમ જોઈને કહ્યું હતું કે માત્ર દેશભક્તિની થીમ ઉપર બાળકો પાસે આખો કાર્યક્રમ કરાવવો એ માત્ર નચિકેતા જ કરી શકે. નચિકેતા સ્કૂલ જ્યાં માર્કશીટ કરતા ટેલેન્ટને જ સર્વપરી ગણવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.