સંરક્ષણમાં મસમોટા ફેરફાર: હથિયાર નિર્માણ માટે સરકાર વધુ યોજના લાવશે

national
national

દેશમાં સંરક્ષણ સોદામાં સરકાર પારદર્શકતા જાળવશે: તમામ પ્રોજેકટની માહિતી પબ્લિક ડોમેન પર મુકાશે

સરકાર દેશના સંરક્ષણ ક્ષેત્રે મસમોટા ફેરફાર કરવા જઈ રહી છે. સરકારે ઘર આંગણે હથિયાર નિર્માણ માટે અનેક કંપનીઓને આમંત્રણ આપ્યા બાદ હવે આ ક્ષેત્રે એક ડગલુ આગળ વધવાનો નિર્ણય લીધો છે. દેશમાં હાલ કાર્યરત હથિયારોની ૩૯ ફેકટરીઓને હથિયારોનું ઉત્પાદન વધારવા માટે સરકારે તૈયારી કરી હોવાનું જાણવા મળે છે.

તાજેતરમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમને કહ્યું હતું કે, સંરક્ષણ મંત્રાલય પારદર્શકતા જાળવવાની સાથે સાથે વિવિધ પ્રોજેકટો માટે પણ આગળ વધી રહ્યું છે. ખાનગી ક્ષેત્ર સાથે હથિયાર નિર્માણની કામગીરી ઝડપી બનાવવાની યોજના સરકારની છે. ડિફેન્સ એકયુલાઈઝેશન કાઉન્સીલ (ડીએસી) દ્વારા પ્રોજેકટ માટે પગલા લેવાઈ રહ્યાં છે. સંરક્ષણ મંત્રાલય હથિયાર નિર્માણ માટેના પ્રોજેકટમાં ૧૦૦ ટકા પારદર્શકતા ઝળવાઈ રહે તે સુનિશ્ર્ચિત કરી રહી છે. તમામ કાર્યવાહી લોકો માટેના પબ્લિક ડોમેન ઉપર મુકવામાં આવશે.

તાજેતરમાં કોંગ્રેસ દ્વારા રફેલ ફાઈટર જેટના સોદા મામલે સરકાર ઉપર આક્ષેક કરાયા બાદ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને સોદામાં પારદર્શકતા જાળવવામાં આવનાર હોવાનું કહ્યું હતું. શ્રીલંકાની સરકારે પોતાનું હંબાટોટા પોર્ટ ચીનને ૯૯ વર્ષની લીઝ ઉપર આપ્યું હોવાના પ્રશ્ર્નના જવાબમાં નિર્મલા સીતારામને કહ્યું હતું કે, ભારત સરકાર પાડોશમાં ચાલી રહેલી ગતિવિધિ ઉપર નજર રાખી રહી છે.

ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) દ્વારા કોમર્શીયલ થઈ શકે તેવા હથિયારો માટે સંશોધનો થઈ રહ્યાં હોવાનું તેમણે ઉમેર્યું હતું. દેશમાં ઘર આંગણે હથિયારો બનાવવા માટે સરકારે અનેક નીતિ નિયમો હળવા કર્યા છે. હથિયાર નિર્માણ માટેની લાયસન્સ પ્રક્રિયામાં મસમોટા ફેરફાર કર્યા છે. આ ઉપરાંત લાયસન્સ ફી પણ ઘટાડવામાં આવી છે.

Loading...