Abtak Media Google News

જામનગરની  જીજી હોસ્પીટલમાં કોન્ટ્રાક્ટ બેઝ માં નર્સિંગ નું કામ કરતા ૩૦ જેટલા નર્સિંગ સ્ટાફ દ્વારા  ડો.તિવારી ને રજૂઆત કરી અને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. તેઓના પગાર રેગ્યુલર ન થતા અને વધુ પડતું કામ લેવાતું હોય તે મુદ્દાઓ ને લઈ જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના કરાર આધારિત કામ કરતા સ્ટાફ નર્સ દ્વારા મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. નિવાસને તેમના વેતનમાં વધારો કરવા, દર મહિને સમયસર વેતન મળે તેવી વ્યવસ્થા કરવા તેમજ વોશીંગ એલાઉન્સ ચૂકવવાની માંગણી સાથેનું આવેદનપત્ર સુપરત કરી રજુઆત કરી હતી. આ રજુઆતમાં જણાવ્યા પ્રમાણે કરાર આધારિત સ્ટાફ નર્સને હાલમાં જ ભરતી કરાયેલા એટેન્ડન્ટ કરતા પણ ઓછો પગાર મળે છે. તેમજ વિલંબથી પગાર ચૂકવાય છે.

Screenshot 2 7

જે કર્મચારીના કોન્ટ્રાક્ટનો સમય પૂરો થઈ ગયો છે તેમને રીન્યુ કરવામાં આવતા નથી. આ માંગણીઓ વારંવાર કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. તેથીગયકાલ થી  આ તમામ કરાર આધારિત સ્ટાફ નર્સ ફરજ પર નહીં હોવાનું આંદોલન શરૃ કર્યું છે. હાલની કોરોનાની અતિ ગંભીર સ્થિતિમાં સ્ટાફ નર્સે ફરજ પર નહીં હાજર થવાનું આંદોલન કરતા હોસ્પિટલની વ્યવસ્થામાં વિપરીત અસરો પડવાની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.