Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીને સતામણી નો મામલામાં યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યા કડક પગલાં

કુલપતિ દ્વારા પ્રોફેસર વિક્રમ વાંકાણી , ભગીરથસિંહ રાઠોડ અને ક્લાર્ક પૃથ્વીરાજસિંહ રાણાને તાત્કાલિક અસરથી છુટા કરવામાં આવ્યા છે.શારીરિક શિક્ષણ વિભાગમાં બજાવતા હતા ફરજ. વિદ્યાર્થીનીઓને સતામણી કરતાની મળી હતી અરજી.

કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, કંઇ પણ ફરિયાદ કે અરજી આવે તેને અમે આંતરિક નિવારણ સમિતિને મોકલીએ છીએ. આ ફરિયાદના આધારે કરાર આધારિત બે પ્રોફેસર અને ક્લાર્કને તપાસ દરમિયાન નિશ્ચિત નિર્ણય ન કરી શકીએ ત્યાં સુધી યુનિવર્સિટીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે. સામાન્ય રીતે ફરિયાદ મળતી હોય તેની તપાસ થવી જરૂરી હોય છે. યુનિવર્સિટીની જુદી જુદી સમિતિઓ આ તપાસ કરતી હોય છે.

રેગિંગ હોય તો તેના સંદર્ભમાં, સેક્યુઅર હેરસમેન્ટ હોય તો તેના સંદર્ભમાં તપાસ થતી હોય છે. તપાસ સમિતિ જે રીતે અમને અહેવાલ આપે છે તે સક્ષમ મંડળમાં આ વાત મુકાય છે અને ત્યાં આ અંગે નિર્ણય લેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.