સલામત હવાઈમુસાફરી માટે રાજકોટ એરપોર્ટ ઓથોરીટી દ્વારા ધારા ધોરણોનું થતુ ચુસ્ત પાલન

યાત્રી કૃપિયા ધ્યાન દે,…

રાજકોટ એરપોર્ટ ઓથોરીટી દ્વારા સંપૂર્ણ એરપોર્ટ ખાતે કાળજી પૂર્વક લેવામા આવતા પગલા ની વાત કરીએ તો વૈશ્વિક મહામારી કોવીડ ૧૯નો કહેર દિવસેને દિવસે વધતોજાય છે. તેની સામુ લોકોને સુરક્ષા મળી રહે તેને ધ્યાનમાં રાખીને સરકાર દેશના દરેક ક્ષેત્રેનાં વ્યવસાયથી લય ટ્રાન્સપોર્ટેશનનું ચૂસ્ત પણે ખ્યાલ રાખી રહી છે. તેમજ સરકારના માર્ગદર્શન હેઠળ કાર્યો કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટ ઓથોરીટીના તમામ સાવચેતીઓના પગલાની તકેદારીઓને મુસાફરો માટે સાવચેતીઓના પગલા લેવામાં આવી રહ્યા છે. તેમજ એરપોર્ટ ડિરેકટર દ્વારા જણાવવામાં આવ્યું કે મુસાફરોને પહેલા સેનેટાઈઝ કરવામાં આવે છે. સાથે તેની લગેજની ટ્રોલીને પણ સેનેટાઈઝ કરવામા આવે છે. ત્યારબાદ મુસાફરોને ડિપાચર વિભાગ તરફ રવાના ક્રવામાં આવે છે.

તેમજ ગવરમેન્ટ ડોકટરની ટીમ દ્વારા તેમના હેલ્થનું ચેકઅપ કરાવામાં આવે છે. ત્યારબાદ મુસાફરો માટે આગળ રવાના કરવી તેમની આ તમામ પ્રક્રિયા સમયે સી.આઈ.એફ.એસ.નાં કર્મચારીઓનાં મહત્વનો સહયોગ હંમેશા રહે છે.ત્યારબાદ ફલાઈટનો સમય થતા જ દરેક મુસાફરોનાં લગેજ એરલાઈન્સના કર્મચારીઓ દ્વારા ચેક કરી ફલાઈટ તરફ રવાના કરી દેવાય છે. હાલ સંપૂર્ણ એરક્રાફટ ને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યુ છે. જેને લય એરલાઈન્સની તકેદારીઓમાં પણ કાળજી જોવા મળી રહે તો હાલ ફલાઈટસનું ટેકઓફ અને લેન્ડીંગમાં ૧૦મીનીટનું લેટ થતુ હોય છે. જે મુસાફરોના સલામતી માટે મહત્વનું પગલુ છે. એરપોર્ટ ઓથોરીટીની પૂરેપૂરી તકેદારી ગર્વમેન્ટના નિયમોને આધીન રહીને તેમનું પાલન કરાવતી હોય છે.

મુસાફરોની સલામતીની તકેદારીઓ માટે સજજ એરપોર્ટ ઓથોરીટી: એ.એન.શર્મા (એરપોર્ટ ડિરેકટર)

રાજકોટ એરપોર્ટ ઓથોરીટીના એરપોર્ટ ડીરેકટર એ.એન.શર્માએ અબતકની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, મુસાફરો માટે મીનીસ્ટ્રીની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને તેમની તમામ તકેદારીઓનું પાલન કરાવામાં આવે છે. મુસાફરો તેમજ અમારા કર્મચારીઓનું પણ ખૂબજ ધ્યાન રાખવું એ અમારી નૈતીક ફરજ અને જવાબદારીઓ છે. બંનેને એક બીજાથી સલામતી મળી રહે તેની ખાસ તકેદારીઓ રાખવામાં આવે છે. મુસાફરોને અમારા તરફથી હંમેશા એક લાગણીશીલ વર્તન મળી રહે તે જરૂરી છે.

તેમજ મુસાફરો પણ એરપોર્ટ ઓથોરીટીની બહાર નીકળતા જ અમારા વખાણ કરીને જાય તેની દેખરેખ પણ રાખવામાં આવે છે. કોરોનાના કહેર વચ્ચે હાલ લોકો જજુમી રહ્યા છે.ત્યારે અમારા માટે પણ આ પડકાર છેકે અમે આ કોવીડની મહામારી વચ્ચે પણ અમારા મુસાફરોનું ધ્યાન રાખી તેમને ભયમૂકત મુસાફરી કરાવી તેમજ સંપૂર્ણ એરપોર્ટ બિલ્ડીંગને સેનેટાઈઝ કરાવી છે. મુસાફરોને પણ સેનેટાઈઝ કરાવામાં આવે છે. એન્ટ્રી વખતે પ્રથમ તેમની ટ્રોલીને સેનેટાઈઝ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને ફુટ સેનેટાઈઝ કરાવીને ડિપાચર તરફ આગળ રવાના કરવામાં આવે છે.તેમજ ગવરમેન્ટ ડોકયરોની ટીમ દ્વારા મુસાફરોના આરોગ્યનું નિદાન કરવામાં આવે છે. તેમનું ટેમ્પરેચર માપવામાં આવે છે. ફોર્મ ભરાવીને તેમને એરપોર્ટ ડિપાચર વિભાગમાં મોકલવામાં આવે છે. હાલ અમારી મુંબઈની લાઈટ શરૂ છે. જે બે, ચાર, છ જેમકે મંગળવાર, ગુરૂવાર, શનીવાર આ મુજબ કાર્યરત છે. ભવિષ્યમાં અમો સુરત માટે પણ ફલાઈટ શરૂ કરાવાની તૈયારીઓમાં છીએ. એરક્રાફટ બેઠક વ્યવસ્થા સોશીયલ ડિસ્ટન્સીંગને ધ્યાનમાં રાખીને ગવરમેન્ટના નિયમ આધીન કરાવામાં આવે છે. હાલ ફલાઈટ પાંચથી દશ મીનીટ મોડુ કરવામાં આવે છે. જેથી સમગ્ર ફલાઈટને સેનેટાઈ કરવામાં આવે અને મુસાફરોને ભયમૂકત મુસાફરીનો આનંદ મળી રહે પડકારોતો ઘણા રહેશે અમારી સામે છતા અમે હર હંમેશ પડકારોને સાઈડ કરી વધુને વધુ મુસાફરોને તેમની સુવિધાઓ અને સલામતીની તકેદારીઓને ગવરમેન્ટના માર્ગદર્શન મુજબ પાલન કરાવી તેમની તકેદારીઓ પુરી પાડશું.

Loading...