Abtak Media Google News

ન્યૂઝપેપર અને ટીવી સમાચાર પર સ્નાન કરતી મહિલાઓના ફોટો દર્શાવવા પર અલ્હાબાદ હાઇકોર્ટે આજે મેળા અધિકારીને કડક ભાષામાં ઠપકો આપ્યો છે. કોર્ટે નિર્દેશ કર્યો છે કે, આવું કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવે. આ બાબતે 5 એપ્રિલના રોજ આગામી સુનવણીકરવામાં  આવશે.

વકીલ અસીમ કુમારની અરજી પર જસ્ટિસ પીકેએસ બઘેલ અને પંકજ ભાટીયાની પેનલે સુનવણી કરી. કોર્ટે મેળા અધિકારીને પુછ્યું, જ્યારે સ્નાન ઘાટથી 100 મીટરના ક્ષેત્રમાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે, તો પણ આવું કેમ થઇ રહ્યું છે? આ પ્રતિબંધનું સખત પાલન કરાવો.

પ્રશાસને 1000થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી આખા ક્ષેત્રનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આખા વિસ્તાર પર નજર રાખવા માટે 40 સર્વેલન્સ ટાવરનું નિર્માણ કર્યુ છે. મેળામાં રાજ્ય પોલીસ ફોર્સ, પીએસી અને કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સના અંદાજિત 22,000 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.