એક છોકરીની વિચિત્ર પ્રેમ કહાની

રિયા એક કંપની ની માલિક હતી. તેનો બિઝનેસ ખૂબ સારી રીતે ચાલી રહ્યો હતો. તેની કંપનીમાં એક કામ કરી રહેલા સ્મિત નામના કર્મચારી સાથે તેને ખૂબ જ લગાવ હતો કેમકે સ્મિત ખૂબ જ હોશિયાર, મહેનતુ અને સરળ સ્વભાવનો હતો. એક વાર રિયાએ સ્મિત ને તેના પ્રેમ વિશે વાત કરી પણ સ્મિત માત્ર એક કર્મચારી હતો તેથી તેને આ વાત થોડી અજીબ લાગી અને તેણે ના પાડી દીધી.

રિયાએ થોડા સમય પછી ફરીથી સ્મિતને તેના પ્રેમ વિશે વાત કરી પણ સ્મિત માન્યો જ નહીં. છેવટે રિયાએ સ્મિત ના ઘરે આ વાત કરી અને તેના ઘરના લોકોએ સ્મિતને સમજાવ્યો અને સ્મિત માની ગયો.

બંનેના લગ્ન થયા અને લગ્નજીવન સારી રીતે ચાલી રહ્યું હતું. એકવાર સ્મિત કામથી બહારગામ ગયો હતો અને રિયા નું અકસ્માત થાય છે. પગમાં વાગવાથી તેના પગ તે ખોઈ બેસે છે. તેને અજીબ અજીબ વિચારો આવવા લાગ્યા કે હવે તેનું શું થશે ? સ્મિત તેને પ્રેમ નહીં કરે તો? તેને છોડી દેશે તો?

એજ દિવસે સ્મિતનું પણ અકસ્માત થાય છે અને તે તેની આંખો ખોઈ બેસે છે. સ્મિત ને દેખાતું નથી એમ સમજીને રિયા ને થોડી રાહત થાય છે. સ્મિતે તેની નોકરી છોડી દીધી અને ઘરે જ આરામ કરવા લાગ્યો. રિયા તેનાથી બનતી બધી જ કોશિશ કરતી કે એ સ્મિત ને ખુશ રાખે અને તેને ખબર ના પડે કે રીયા તેના પગ ખોઈ બેસી છે. રિયા ઘણી તકલીફો થતી પણ બધું સંભાળી લેતી.

થોડા વર્ષ સુધી આ બધું ચાલ્યું પણ એક દિવસ રિયા નું મૃત્યુ થયું અને સ્મિતને આઘાત લાગ્યો. બધી જ અંતિમ ક્રિયા પૂરી કરીને તે ઘર છોડીને બહુ દૂર જવા માગતો હતો. તે જઇ રહ્યો હતો પણ એના પાડોશી એ તેને રોક્યો અને પૂછ્યું કે રિયા તારુ કેટલું ધ્યાન રાખતી હતી. તકલીફ થતી તો પણ એ તારી સેવા કરતી. હવે તમે આંધળા છો તમારું ધ્યાન તમે કઈ રીતે રાખશો?

સ્મિત ઊંડો શ્વાસ લે છે અને પોતાના કાળા ચશ્મા ઊતારીને પાડોશીની આંખમાં જોઈને કહે છે કે રિયા નું અકસ્માત થયું અને જે ડોક્ટરે તેનું ઓપરેશન કર્યું એ મારા મિત્ર છે. રિયા એવું વિચારતી હતી કે તે એના પગ ખોઈ બેસી છે તો હવે હું તેને પ્રેમ નહીં કરું અથવા હું તેને છોડી દઈશ અથવા મારો પ્રેમ ઓછો થઈ જશે એટલે મેં આંધળો હોવાનું નાટક કર્યું જેથી એને એ વાતનું દુઃખ ના થાય કે એ પોતાના પગ ખોઈ બેસી છે.

આ વાત સાંભળીને પાડોશીના આંખમાં પણ આંસુ આવી ગયા.

– આર. કે. ચોટલીયા

Loading...