કાઠિયાવાડી સાફા-પાઘડીની અજબ જેવી કલા!

એક નૂર આદમી, હજાર નૂર કપડાં, લાખ નૂર ટાપટીપ કરોડ નૂર નખરાં

એક નૂર આદમી, હજાર નૂર કપડાં લાખ નૂર ટાપટીપ, કરોડ નૂર નખરાં.

એમ માણસ વિશે કહેવાયું છે. લોકસંસ્કૃતિમાં લાક પહેરવેશનું એક આગવું મહત્વ રહ્યું છે. આદિ માનવ વલ્કલો યાને વૃક્ષોની હાલનાં વસ્ત્રો પહેરતો અને પછી જેમજેમ તે સંસ્કૃત થતો ગયો તેમ તેમ પોશાકની બાબતમાં ઘણા ફેરફાર કરતો ગયો. વિશ્ર્વની જુદી-જુદી પ્રજાઓ પોતાની આગવી ઓળખ માટે ખાસ પ્રકારના પોશાક પહેરતી રહી છે. હાથથી પગ સુધીનાં અનેક પ્રકારનાં વસ્ત્રો ધારણ કરતી આવી છે. આ પોશાકોની પસંદગીમાં જે તે પ્રદેશની ભૌગોલિક રચના, સંસ્કૃતિ વગેરેની પણ અસર જોવા મળે છે. સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના લોકપહેરવેશમાં પાઘડીથી માંડી ફેટો, ફાળિયું, પનિયું, સેજિયું, મેલખાયું, બોકાની, કેડિયું, બગરખું, બંડ ચોરણી, ભેટ અને સાફો આ બધાં વસ્ત્રોમાં અપાર વિધ્ય જોવા મળે છે.

પુરુષની મદાનગીનું અસલ દર્શન કરાવતી અને મુછાળ મરદના રૂપને નિખારતાં પાઘડી કે સાફો માથાનું ટાઢ, તાપ કે લડાઇમાં રક્ષણ કરવાના હેતુથી અને પુરુષના વ્યક્તિત્વને ઓપ આપવા માટે બાંધવામાં આવે છે. પહેલાંનો જમાનો યુદ્ધનો હતો તેથી ‘સર સલામત’ રાખવા માટે પાઘડી બાંધવામાં આવતી. યુદ્ધમાં જતી વખતે કાંસાની તાંસળી (શિરસ્ત્રાણની જેમ!) માથા ઉપર ઊંધી રાખી, તેના ઉપર પાઘડી બાંધી તેના ઉપક બોકાની બાંધવામાં આવતીએ તો ખરું જ, પણ સામાન્ય દિવસોમાં ય ઉઘાડમથા અને શસ્ત્ર વિનાનો ક્ષત્રિય પુરુષ સામે મળે તો તે અપશુકન ગણાતાં. ક્ષત્રિય કુટુંબમાં એક એવો રિવાજ કે મહેમાનને  સાથે ‘રામ રામ’ ન કરાય. માથે સાફો કે પાઘડી ન બાંધલ હોય તો ખભે ફાળિયું પણ ન હોય તો પોતાનો ડાબો હાથ પોતાના જ માથા ઉપર રાખી જમણા હાથથી મહેમાનને રામરામ કરવામાં આવે એવો રિવાજ આજે પણ અનેક ગામોમાં જોવા મળે છે. પાઘડી કે સાફોએ સન્માન અને માંભાનું પ્રતિક છે. પાઘડી કે સાફાવાળો પુરુષ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી શકે છે. સંકટ સમયે કોઇ સ્ત્રીના દેહને પાઘડીના કાપડના ટુકડા કરી, તે કપડાથી ઢાંકી તેની મર્યાદા જાળવી શકાય. જંગલ કે સીમમાં   જતાં તરસ લાગે ત્યારે પાઘડીના પટને સીંચણિયા માફક કૂવાના પાણીમાં ડૂબાડી, તેનેની ચોવી પાણી પી શકાય.

પાઘડી શબ્દને હિન્દીમાં પગરી અને મરાઠીમાં ‘પગડી’ કહે છે. પાઘડી માથાનો એક પહેરવેશ છે. વળી, લાક્ષણિક દૃષ્ટિએ જોઇએ તો પાઘડી શબ્દનો અર્થ સારા કામ માટે અપાતી ભેટ, સરપાવ કે ચાંદલો, મકાન ભાડે લેવા માટે અગાઉ ખાનગી આપવી પડતી ઊચક રકમ કે (કટાક્ષમાં) લાંચ પણ થાય છે. પાઘડી શબ્દ અંગેના રૂઢિપ્રયોગ, કહેવતો અને લોકોક્તિઓ પણ ઘણી છે. ‘પાઘડી ઉછાળવી’ એટલે જાહેરમાં ફજેત થવું, તો પાઘડી ઉતારવી એટલે પાઘડી માથેથી કાઢવી કાલાંવાલાં કરવાં. ઘરે લગ્નપ્રસંગ હોય અને સગાં-વહાલાં કે નજીકનાં કુટુંબીજનો જયારે રિસાય અને યજમાનને ઘેર આવવાની આનાકાની કરે ત્યારે યજમાન તેની સાથે પાઘડી ઉતારે છે. તો ‘પાઘડી નીચી કરવી એટલે બદનામ કરવું કે કાલાંવાલાં કરવા ‘પાઘડી ફેરવવી’નો અર્થ બોલેલું ફેરવવું, આડું બાલવું. દેવાળું કાઢવું કે પક્ષ બદલવો એવો અર્થ થાય. ‘પાઘડી બગલમાં મારવી’ એટલે આબરૂની દરકાર ન કરવી. અહી ઉઘાડું માથું હોવુંએ શા માટે અપશુકનિયાળા ગણાય, તે સમજી શકાશે. વળી, કોઇને ઇનામ કે સરપાવ આપવો હોય કે શાબાશી આપવી હોય ત્યારે કદરરૂપે ‘પાઘડી બંધાવવી’ એમ કહેવાય છે. તો શોકના પ્રસંગે સાસરિયા પક્ષ તરફથી જમાઇને પાઘડી બંઘાવવામાં આવે છે કે જનો અર્થ ‘શોક મુકાવવો’ એવો થાય છે. જન્મથી જ દુ:ખી માણસન ‘બાળોતિયાંનો બળેલ’ એમ કહીએ છીએ તેમ ‘પાઘડીબળ્યો’ શબ્દ પ્રયોગ પણ થાય છે. ‘પાઘડીરંગ્યો’નો અર્થ ‘મુઓ’ કે ‘ફાટી મૂઓ’ જેવી ગાળ પણ થાય છે. કોઇની આબરૂ લેવા, હરાવવા, ઠગવા કે માર ખવડાવવા માટે ‘પાધડી લેવી’ એવો શબ્દપ્રયોગ થાય છે. તો સાવધ રહેવો માટે, આબરૂ સંભાળવા માટે ‘પાઘડી સંભાળવી’ એમ કહેવાય છે. જે વ્યક્તિ વહેવાર કે વેપારમાં માનવંતી હોય તેને ‘પાઘડીનો ધણી’ એમ કહેવાય છે. ‘પાઘડીનો પેચ સંભાળવો’ એટલે ‘આબરૂ સાચવવી’ એમ થાય, તો ‘અવડી પાઘડી મૂકવી’નો અર્થ ‘દેવાળું કાઢવું’ એવો થાય. સંભાળીને સાવધાનીથી ચાલવા માટે ‘પાઘડી બે હાથે ઝાલીને હીડવું’ એમ કહેવાય છે. માથા કરતાં પાઘડી મોટી’ એટલે ગજા બહારનું કામ કે જવાબદારી. વળી, લંબાઇમાં વધુ અને પહોળાઇમાં ઓછા વિસ્તારને દર્શાવવા ‘પાઘડી પનો’ બોલાય છે. ગામડામાં પ્રસંગ ઉપર ફકત પુરૂષોને જમવાનું નોતરું આપવાનું થાય ત્યારે ‘પાઘડીબંધ નોતરું’ કહે છે, અને મોટા કદની પાઘડીને ‘પાઘડો’ કે ‘પાઘ’ કહે છે. પ્રાકૃત ભાષામાં ‘પગ્ગહ’ શબ્દ છે કે જેના ઉપરથી પાઘ, પગરી, પઘડી અને પાઘડી એમ શબ્દ ઊતરી આવ્યો છે. તેનાં અર્થ ‘ઉપાધિ’ અને ‘મુખી’ એવો થાય છે. વળી, એક અર્થ ‘લગામ’ એમ પણ થાય છે. ગામનો મુખી સામાન્ય રીતે પાઘડી પહેરનારો જ હોય, અને તે ગામની ઉપાધિ કરે તેવો હોય અથવા ગામની વહીવટી લગામ જેની પાસે હોય તે મુખી એવો અર્થ અહી  અભિપ્રેમ છે. ‘બંધબેસતી પાઘડી ન પહેરવી’ અને ‘પાઘડીનો વળ છે કે ’ એવી લોકોકિત જનસમાજમાં સવસામાન્ય છે.

પાઘડીના ઘાટની વાત કરીએ તો વિશ્વની અન્ય પ્રજાઓમાં અરબસ્તાની, અફઘાની કે પેઠાણી અને મોગલ વંશના શાસકોની પાઘડી વિશિષ્ટ રહી છે. તો ભારતની રાજસ્થાની ઢબની મોટી ફીંડલા જેવી પાઘડી, શિવાજી બાંધતા તેવી મહારાષ્ટ્રની મરાઠી પાઘડી અને ગાયકવાડી પાઘડી, પંજાબી પાઘડી અને ભારતના જુદા જુદા પ્રદેશોમાં વસતા આદિવાસીઓની પાઘડી પોતાની આગવી ઓળખ ધરાવે છે. ગુજરાતની પ્રચલિત દરેક પ્રકારની પોતાની આગવી ઓળખ ધરાવે છે. ગુજરાતની પ્રચલિત દરેક પ્રકારની પાઘડીમાં અમદાવાદી, વડોદરાની બાબાશાહી, ગાયકવાડી, ખંભાતી, સુરતી વગેરે મુખ્ય છે. પેલી કહેવત ‘બાર ગાઉએ બોલી બદલાય’ની જેમ સૌરાષ્ટ્રમાં બાર ગાઉએ પાઘડી બદલાય’ એમ કહીએ તો અતિશયોકિત નહી લાગે છે.

ઓખામંડળથી શરૂ કરીએ તો હાલાર પંથકમાં વસતા ભોયા રબારીની પાટલીવાળી પાઘડી, ઓખાની આંટીઆળી, ક્ષત્રિયોની જામશાહી, ચારણ-ગઢવીની પાઘડી, પોરબંદર પંથકના મેરની પાઘડી, બરડાની ખૂંપાવાળી, મરજાદી કણબી લોકની નાની પાઘડી, વગેરે પોતપોતાની વિશેષતા ધરાવે છે. મધ્ય સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયોની આંટીઆળી તેમજ ડબલ આંટીઆળી, ગોંડલની ચાંચવાળી, લેઉવા-કડવા પટેલોની પાઘડી, કોળીની પાઘડી, વાણિયા-વેપારી અને બ્રાહ્મણની પાઘડી, તો કાઠી દરબારો અને સિપાઇઓના સાફા કે શુધ્ધ જાતિના લોકોની પાઘડી અલગ ભાત પાડે છે. ઝાલાવાડમાં આંટીઆળી, સોરઠ, અમરેલી અને બારિયાવાડની નાના કદની પાઘડી તો ગોહિલવાડ અને વાળાંક પ્રદેશની માટી પાઘડી કે માથાની બંને બાજુએ ઝૂકલા ઘાટનો ફેંટો કે સાફો ભાઇ પંથકની ઝાલાવાડ જેવી જ પાઘડી, વગેરે પોતાપોતાની વિશેષતા ધરાવે છે. રાજકોટના જગુબિલી બાગ ખાતે આવેલા વોટ્સન સંગ્રહસ્થાનમાં સૌરાષ્ટ્રની વિવિધ પાઘડીઓના નમૂના આવતી કાલની પેઢી માટે સાચવી રાખવામાં આવ્યા છે તે વાત ખૂબ પ્રસંશનીય છે.

પાઘડી કે સોફાના પોતાની લંબાઇ સામાન્ય રીતે દશ કે બાર વારની હોય છે. જેમ લંબાઇ વધુ તેમ પાઘડી કે સાફાનું મૂલ્ય વધુ એમ મનાય છે. ભારતમાં મોગલ શાસન સુધી પાઘડીનું ચલણ હતું તે માંગલકાળ પછી સાફામાં પરિવર્તિત થતું જોવા મળે છે. ગુજરાતમાં સાફો રાજસ્થાનથી ઊતારી આવ્યો હોય એમ લાગે છે. પ્રચલિત જોધપુરી ઘાટનો સાફો સર્વાગ સુંદર ગણાય છે.

સાફા જૂદા જુદા રંગના હોય છે. જ્ઞાતિ મુજબ સાફાના રંગ ગણાવી શકાય. ક્ષત્રિયોનો પ્રિય રંગ કેસરી બલિદાનનો રંગ છે તેથી શુભ પ્રસંગોમાં આ સાફાનું ખૂબ ચલણ છે. કડિયા જ્ઞાતિમાં પીળો સાફો બાંધવાની પ્રણાલી છે. ક્ષત્રિય કુટુંબમાં દીકરીનો સંબંધ થાય અને મૂરતિયાને માટે બેસાડ ત્યારે ક્ધયાપક્ષ તરફ બંને છે ડે સોનેરી જવારા મુકેલો કેસરી સાફો ભેટ આપવામાં આવે છે. સોનસળીનો સાફો રજવાડી ગણાય છે. તેમાં પણ કેસરી, ગુલાબી, લાલ, ધૂપછાવ વગેરે શુભ રંગો હોય છે. જેમ ક્ષત્રિય નારીઓમાં લહેરિયું, સાડી કે બાંધણી ભાતની સાડી પ્રિય હોય છે તેમ પુરુષોને પણ લહેરિયા કે બાંધણી ભાતના સાફા પ્રિય હોય છે. સાફાનું કે પાઘડીનું પોત સુતરાઉ, મલમલ, રેશમી, જયોર્જેટ, શીફોન કે જરિયન હોય છે. સાફા એકરંગી પણ હોય છે અને સાફામાં ટપકાં કે ફૂદડીની ભાત પણ હોય છે. સામાન્ય યુવાન ક્ષત્રિયો કેસરી, ગૂલાબી કે લાલ રંગના સાફા બાંધ છે. આધોડ વયના કથ્થાઇ, વાદળી કે બજરિયા રંગના, તો વૃધ્ધ પુરુષો સફેદ કે સફેદમાં ટપકાંની ભાતવાળા કે સફેદ-કાળા, સફેદ વાદળી લહેરિયાના સાફા બાંધે છે. સાફા બાંધનારે સાફોનો રંગ પસંદ કરવામાં ઉંમરને પણ ધ્યાનમાં રાખવાની હોય છે. ચહેરા પર .સફેદ મોટી મોટી મૂછો હોય અને જો કેસરી, ગુલાબી કે લાલ રંગના સાફો બાંધ્યો હોય તો ‘ધરડી ઘોડીને લાલ લગામ જેવો ઘાટ થાય. વળી, જેમ શુભ પ્રસંગોમાં શુભ રંગના સાફા બાંધવામાં આવે છે તેમ શોકના પ્રસંગે ગુઢા રંગના કે મોટે ભાગે સફેદ સાફા બાંધવામાં આવે છે. સાફા જુદા જુદા રંગના હોય છે. કેટલાય શોખીનો જુદા જુદા રંગની પાઘડી બાંધવાના શોખીન હોય છે. ઝાાલાવાડના સૌકા ગામના ‘ભા બાપુ’ના હુલામાણા નામથી ઓળખાતા ક્ષત્રિય બુઝુગ (સ્વ.)મદારસિંહજી ઝાલા દરકે રંગની પાઘડી બાંધતા. પણ આમાં તેમણે એક સરસ યુક્તિ કરેલી કે જૂની પાઘડીના વળ ચઢાવેલ પોત ઉપર અલગ અગલ રંગની કાપડની ભૂંગળી જેવી સીવેલી ખોળ ચઢાવી દેતા એટલે થઇ ગઇ અલગ રંગની પાઘડી! કોઇની કાણે કે ખરખરે જવું હોય તો સફેદ ખોળ ચઢાવે, વૃધ્ધના મરણ પ્રસંગે સફેદ કાળા લહેરિયાની ખોળ ચઢાવે, લગ્ન-પ્રસંગે જેવું હોય તો શેભ રંગોની ખાળ ચઢાવે, તો અન્ય પ્રસંગોએ કથ્થાઇ, વાદળી જેવા રંગોની ખોળ ચઢાવે!

ઓખો અને હોઠ પર ભરાવદાર મૂછોના કાતરા હોય તેઓને સાફો કઇ આર દીપી ઉઠે છે. વળી, સાફા સાથે અન્ય પહેરવેશમાં જોધપુરી કોટ કે અચકન, સુરવાલ કે બ્રીજીસ અને પગમાં એડીવાળા ચમકતા ચામડાના બૂટ પહેવાથી જ સંપૂર્ણ બાહમ વ્યકિતત્વ પ્રકટી શકે.

આપણા સાહિત્યસ્વામીઓ કે ધર્મધુરંધરો કેવા પાઘડી-સાફા પહેરતા તે જાણવું રસપ્રદ બની રહે તેટલી વિવિધતા ત્યાં પણ છે. સ્વામી સહજાનંદ કોઇ ઐશ્ર્વર્યસભર રાજવીની માફક સુંદર ઘાટવાળી, હીરા-મોતીની સર લટકાવેલી પાઘડી પહેરતા. ભકત જલારામ ત્રણ પટાની સાફા જેવા ઘાટની સફેદ પાઘડી પહેરતા તો દયાનંદ સરસ્વતી બંને કાન ઉપર લટકતાં છોગાવાળો ફેટો પહેરતા. સ્વામી વિવેકાનંદ પાછળના છોગાને આગળ લઇ. છાતી ઉપર લટકતા છોગાવાળો, બહુ વ્યવસ્થિ નહીં તેવો ફેટો બાંધતા. શ્રીમોટા પણ ઘાટીલો ન કહી શકાય તેવ ફેંટો બાંધતા જયારે અખો, પ્રેમાનંદ, શામળ જેવા સાહિત્કારો વણિક પહેરતા તેવી ગુજરાતી ઢબની પાઘડી બાંધતા. કવિ નમંદ અને નવલરામ વિશિષ્ટ ઢબની મોટા ટોપા જેવી, વચ્ચેથી ઊંચી એવી પાઘડી બાંધતા. જામનગરના રાજગાયક આદિત્ય ઘરાનાવાળા આદિત્યરામ વ્યાસ જામનગરના રાજવી વિભા જામ જેવી જામશાહી પાઘડી બાંધતા. કવિ કાન્ત ગોંડલી પાઘડી બાંધત તો રમણભાઇ નીકલંઠ અને કવિ ખબરદાર પારસી ઢબની પાઘડી બાંધતા. લાઠીના કવિ કલાપી સુરસિંહજી ગોહિલ કાન ખુલલો રહે તેવો સાફો બાંધતા. ઝવરેચંદ મેઘાણી અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પણ સાફો બાંધતા.

જામનગર લાખોટા સંગ્રહાલયના કયૂરેટર ડી.જે. ડુંગાના મંતવ્ય અનુસાર કાઠિયાવાડમાં સાફો ‘સિંહ’ શબ્દ સાથે આવ્યો જણાય છે. ક્ષત્રિયોનાં જૂનવાણી નામોમાં ‘જી’ અંત્યાક્ષર આવતો જેમ જીઆજી, નથુજી, નાપાજી, હાલાજી, ખાનજી, ગજણજી, સુમરાજી વગેરે. ત્યારબાદની પેઢીઓમાં ‘ભા’ શબ્દ આવ્યો જેમ કે ગગુભા, પોપટભા, મૂળભા વગેરે અને ત્યાર પછીની પેઢીમાં ‘સિંહ’ શબ્દ આવ્યો જેમ કે માનસિંહ, ઘનશ્યામસિંહ, કિરીટસિંહ, જનકસિંહ વગેરે, આમ સામાન્ય રીતે ‘સિંહ’ અંત્યાક્ષરી નામોના વખતથી એટલે કે લગભગ ઇ.સ.૧૯૦૦ પછી રજવાડામાં એક એવો રિવાજ કે રાજાની હયાતીમાં રાજમાતાનું અવસાન થાય તેવા શોકપ્રસંગે બધા ખાખી રંગના સાફા બાંધે. રાજાના અવસાન પ્રસંગે બધા સફેદ સાફા બાંધે.

સાફામાં છોગાનું એક આગવું મહત્વ હોય છે. છોગું એટલે સાફાના છેડાનો ખુલ્લો લટકતો ભાગ. છોગાં ત્રણ-ચાર પ્રકારનાં હોય છે. માથા ઉપર રહેતું છોગું. પીઠ પાછળ લટકતું રહેતું છોગું અને ડાબા કાન ઉપર લટકતું છોગું. દયાનંદ સરસ્વતી બંને કાન ઉપર લટકતાં છોગાં રાખતા. તેને ચોથો અપવાદરૂપ પ્રકાર ગણી શકાય. પોરબંદર પંથકના મેર જુવાનિયાઓ પાઘડીને માથાના ડાબા ભાગે કોન ઉપર લટકતું એકાદ ફૂટ લાંબું છોટું લાંબું છોગું રાખે છે. હરિયાણાના જાટલોકોમાં અકકડ કરેલા (આર ચઢાવેલ) સુતરાઉ કાપડનાં લાંબાં છોગાં જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં બંધાતા સાફા ઉપર માથા ઉપરનું છોગું એટલું બધું લાબું નથી રાખવામાં આવતું. કદાચ હરિયાણાના લોકો કરતાં સૌરાષ્ટ્રના લોકો સાફાના ઘાટની સપ્રમાણતાની બાબતમાં આગળ છે એમ લાગે. સાફાનું પાછળનું છોગું સામાન્ટ રીતે કેડ સુધી કે તેથી નીચેના ભાગ સુધી લટકતું રાખવામાં આવે છે. લાબું કે ટુંકું છોગું સાફાના બાંધનારની લાંબી કે ટૂંકી પહોચ ત્રેવડનો નિર્દેશ કરતું હોય એમ લોકોને છોગુંબું વિશેષ પ્રિય હોય છે. જેમ મોટો જમીનદાર કે જાગીનદાર તેમ લાબું છોગું એવું માનવમાં આવે છે. આ છોગું ઘોડાના પૂછડાની માફક ઉપરથી સહેજ ઊંચકાયેલ હોય એમ રાખવામાં આવે છે. માથા ઉ૫ર છોગું કાઢેલ સાફો ‘તૂરો’ સાફો કહેવાય છે. આ શબ્દ ‘તુર’ (તુરહ)તોરા, છોગા પરથી ઊતરી આવ્યો લાગે છે. શોકપ્રસંગે બાંધવામાં આવતા સફેદ સાફાના છોગાને અડધેથી વાળીને માથા ઉપરના ભાગે ખોસી દેવામાં આવે છે અથવા આખું છોગું માથા ઉપરના ભાગે ખોસી દઇ છોગા વિનાનો પાઘડી જેવો સાફો બાંધવામાં આવે છે. ગ્રામજનો મોટે ભાગે તો શોકપ્રસંગે પાઘડીની લધુ આવૃતિ જેવું, અઢી વાર કે પાંચ વાર લંબાઇ ફાળિયું માથા ઉ૫ર બાંધતા હોય છે.

જેમ ઘાટીલા સાફો વ્યકિતના વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી દે છે તેમ સાફો બાંધનાર વ્યક્તિના ચહેરોમહેરો અને કદાવર શરીર પર બાંધનારની સુંદર છબા માટે અગત્યનો ભાગ ભજવે છે. જેમ તસવીર કળામાં ‘ફોટોજનિક ચહેરો’ શબ્દપ્રયોગ થાય છે તમે ‘સાફાજેનિક’ ચહેરા-મહોરાવાળા મરદ, કે જેઓના ચહેરાનો ઘાટ ‘સાફાજેનિક’ ચહેરા-મહોરાવાળા મદર, કે જેઓના ચહેરાનો ઘાટ ગોળકાર હોય, પ્રતાણી મુખમુદ્રા હોય, લીંબુની ફાડય જેવી આંખો સાથે જન્મનાર પુરૂષોથી સાફાની શરૂઆત થઇ ગણાય, તે પહેલાના ‘જી’ કે ‘ભા’ અંત્યાક્ષરી નામોવાળો સામાન્ય રીતે પાઘડી બાંધતા. જામનગરના રાજવી પરિવારના કનલ (નિવૃત) જયેન્દ્રસિંહજી જાડેજાના માતાનુસાર જામનગર રાજપારિવારમાં જામ રણજિતસિંહજી (પ્રખ્યાત ક્રિકેટર)ના સમયથી સાફો અસ્તિત્વમાં આવ્યો. તે પહેલાનનં રાજવીઓ જામ રમણજી, જામ વિભાજી, જામ રાયમલજી વગેરે પાઘડી બાંધતા.

આધુનિક યુગમાં સુંદર રીતે સાફો બાંધી આપનારની ઓછપ વરતાય છે. કાં તો વરસોથી કાયમ માટો સાફો બાંધતા બુઝુર્ગોને સાફો બાંધવાની ફાવટ છે. અથવા કોઇને શોખ ખાતર ફાવટ હોય, પણ સાફો બાંધવી આપવો એ વળી અલગ જ વાત છે. ઘણા પોતે સુંદર ઢબે સાફો બાંધતા હોય પણ તે બીજાના માથા ઉપર સુંદર ઢબે સાફો ન પણ બાંધી શકતા હોય. અહીં નમ્રપણે ઉલ્લેખ કરવો રહ્યો કે આ લખનારને બને જાતની ફાવટ છે. આ લખાનાર પિતાજી સંદર ઢબે સાફો બાંધતા એટલું જ નહીં, પણ વિશેષ વાત એ છે કે આ લખનારને સુંદર ઢબે સાફો બાધતા શીખવાડનાર તેમનાં માતુશ્રી હતાં. સ્ત્રી હોવા છતાં આ કાળા તેમને હસ્તગત હતી. ૧૯૯૮માં ઓસ્ટ્રેલિયાના ઇન્ડિયા કાઉન્સિલના બોર્ડ મેમ્બર મિ. માઇકલ એબોટ અને તેમની ટીમ જામનગર આવી, જામનગર બાંધણીકાળ ઉપર વિડીયો ફિલ્મ ઉતારેલી તેમો આ લખનારે સાફા વિશે માહિતી આપી, પોતનાના માથા ઉપર સાફો કેમ બંધાય તેનું નિદર્શન પણ આપેલું હતું. જે ફિલ્મ ઓસ્ટ્રોલિયા ટેલિવિઝન ઉપર પ્રદર્શિત કરવામાં આવનાર હતી.

પુરુષ અને સ્ત્રી એકબીજાના પૂરક છે એટલું જ નહી, પરંતુ અનિવાર્ય પણ છે. ચીનના એક પ્રીતક યિન અને યાનમાં આ વાત સુંદર રીતે પ્રદર્શિત થતી જોવા મળે છે, જેનો મતબક છે પુરુષ વિના સ્ત્રી અને સ્ત્રી વિના પુરૂષ અધૂરો છે. જેમ પુરુષ કે એક જ સિકકાની બે બાજુ જેવા છે તેમના પહેરવેશનાં નામોમાં પણ આશ્ર્વર્યજનક રીતે આવી સમતુલા જાળવી રાખવાનો જાણે કે પ્રયત્ન કરવામાં આવ્યો હોય એમ જણાય છે! પુરુષનાં વસ્ત્રોમાં સ્ત્રીલિંગ નામો અને સ્ત્રીઓનાં વસ્ત્રોનાં પુલ્લિગ નામો માટે ભાગે જોવા મળે છે. પુરુષોની બંડી તોસ્ત્રીનો કબજો કે કમખા, પુરુષની ચોરણી તો સ્ત્રોનો ચણિયો, પુરષની ધોતી તો સ્ત્રીના ઘાઘરો, પુરુષની પોતડીને સ્ત્રીનો કાછડો અને પુરુષની પાઘડી કે ટોપી તો સ્ત્રીનો મોસલો કે મોડિયોે. અન્ય નામોમાં પુરુષની ચોટલી તો સ્ત્રીનો ચોટલો, પુરુષની અંબોડી તો સ્ત્રીનો અંબોડો! જો કે દરકેમાં હોય છે તેમ આમા પણ અપવાદ હોઇ શકે. સ્ત્રીની ચોળી અને સાડી તો પુરુષનો સાફો કે ફેંટો એવો અપવાદ રૂપ શબ્દો પણ છે. પાઘડી કે સાફો બાંધતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઇમાં જોવા મળે છે તેમ યુદ્દે ચડતી સ્ત્રીને પુરુષવેશ ધારણ કરી ભાગી છૂટવાનું થતું ત્યારે પાઘડી કે સાફો સ્ત્રીના લાંબા કેશન સંગોપી તેની જાતિ છુપાવવા ખુબ જ ઉપકારક નીવડતાં.રાજકોટની વિખ્યાત રાજકુમાર કોલેજમાં વાર્ષિકોત્સવ પ્રસંગે આજે પણ વિદ્યાર્થીઓને કેસરી સાફા બાંધી, રાજવી પોશાક-પરંપરા જાળવી રાખવાનો એક ઉતમ પ્રયાસ કરવામાં આવે છે. લોકકળા અને લોકસાહિત્યના વિખ્યાત મર્મજ્ઞ જોરાવસિંહ જાદવ, સંસકાર અને સંસ્કૃતિ સંરક્ષણની ચિંતા કરતા કહે છે. ‘ગુજરાત પાસે વિપુલ નાણું હશે પણ જો એ લોકડાળાની સમૃધ્ધિ ગુમાવશે તો દરિદ્ર બનશે. કદાચ અનાજ ઓછું ઊગશે તો પરદેશથી આયાત કરી શકાશે, પણ સંસ્કૃતિના ભોગે તો નહીં જ.’ તે ખરું જ છે. આધુનિક યુગના અનેકવિધિ ચિત્ર-વિચિત્ર પોશાકોનું જોરદાર આક્રમણ સમગ્ર જનસમાજ ઉ૫ર ધસી આવ્યું છે ત્યારે અસલી પરંપરાને સજીવન રાખવાના ખૂણે-ખાંચરે થતા પ્રસંશનીય પ્રયત્નોને જોતાં એક આશા બંધાય છે કે પારંપરિક પહેરવેશમાં એવું કશુંક સત્વ પડેલું છે કે જે ‘જૂનું એટલું સોનું’ કહેવતને સાર્થક અને સાબિત કરશે જ, એવી ચોકકસ ખાતરી મળી રહે છે.

Loading...