Abtak Media Google News

મુંબઈના ડો.આલોક શર્માનાં પ્રયાસોથી એનઆરઆઈ વિરાલીને મળ્યું નવજીવન

તબીબી સારવાર માટે ભારત કરતા વિદેશમાં સવલતો સારી છે તેવું માનનારા ઘણા બધા માટે આ કિસ્સો ગેરમાર્ગે દોરાતા હોય તેમાં સાવચેત કરવા જેવો છે. ભારતના મુંબઈ શહેરના ડોકટર આલોક શર્મા અને ડો.નંદીની ગોકુલ ચંદ્રનની ટીમે તાજેતરમાં મુળ ભારતની અને અમેરીકા રહેતી વિરાલી મોદી જે-તે સમયે કોમામાં સરી પડી હતી અને તેમની સારવાર માટે અમેરિકાના તજજ્ઞ ડોકટરોએ હાથ ઉંચા કરી દીધા હતા ત્યારે ઉપરોકત ડો.એ સ્ટેમસેલ થેરાપીથી આ બાળકીને ફરી નવું જીવન આપી હરતી ફરતી અને સામાન્ય તમામ કામ કરતી કરી નાખી છે અને આ બાળકી જ નહીં પરંતુ વિરાલી સાથે આવેલ ડો.નંદિની ગોકુલ ચંદ્રનએ પત્રકાર પરીષદ સંબોધતા એવું જણાવ્યું હતું કે, મગજથી ક્ષતિગ્રસ્ત હોય તેવા આશરે ૬૦૦૦ થી વધુ દર્દીઓને તેમની ટીમે સ્ટીમસેલ થેરાપીથી ઘણીબધી ટકાવારીમાં કહી શકાય એવા સ્વસ્થ કર્યા છે. વધુ વિગત અનુસાર તબીબી વિજ્ઞાન માટે પણ પડકાર અને આશ્ર્ચર્યજનક કહી શકાય તેવા આ કિસ્સામાં આ દિકરીને લાંબા સમય સુધી અમેરિકામાં મળેલ તબીબી સારવાર ફળી ન હતી પરંતુ ભારતના તબીબોની વિશિષ્ટ કહી શકાય તેવી સ્ટેમસેલ થેરાપીએ તેની જિંદગી ઉગારી લઈ અત્યંત જટીલ કહી શકાય તેવી બિમારી સ્પાઈનલ કોર્ડ ઈન્જેશમાંથી સ્ટેપ બાય સ્ટેપ મુકતી અપાવી છે. ૧૦ લાખમાંથી ૨૫ જેટલા લોકોમાં જોવા મળતી આ બિમારીમાં કરોડરજજુની ઈજાના પરીણામે વ્યકિત પેરાપ્લેજિયા કે કવાડ્રિપ્લેજિડ્રની સ્થિતિમાં વિકલાંગ બની જાય છે. વિરાલી મોદીના મગજને વિદેશનાં ડોકટરોએ ત્રણવાર મૃત જાહેર કર્યું હતું પરંતુ અહીં સ્ટેમસેલ થેરાપીથી તે સામાન્ય માણસની જેમ જીવવા લાગી છે. આ થેરાપીના માર્ગદર્શનનો ફ્રિ ચેક અપ સેમિનાર આગામી ૨૪મીએ રાજકોટમાં યોજાનાર છે જે માટે મો.નં.૯૯૨૦૨ ૦૦૪૦૦ ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.