Abtak Media Google News

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે છેલ્લા ૧૮ મહિનાઓમાં આતંકવાદ સાથે જોડાયેલા છ લાખ શંકાસ્પદ ખાતાંઓ બંધ કરી દીધાં છે. ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરનારી અગ્રણી એજન્સી સીએનઇટીએ ટ્વિટરના ટ્રાન્સ્પરન્સી રિપોર્ટ દ્વારા જણાવ્યું કે માઈક્રોબ્લોગિંગ સાઈટે ૧ ઓગસ્ટ ૨૦૧૫થી અત્યાર સુધી ૬,૩૬,૨૪૮ શંકાસ્પદ આતંકી ખાતાઓને બંધ કરી દીધા છે. જ્યારે ૨૦૧૬માં પાછલા છ માસિક ગાળામાં ૩,૭૬,૮૯૦ ખાતાઓ બંધ કરાયાં છે.

૨૦૧૬ની શરૂઆતમાં પણ ટ્વિટરે આતંકવાદી સંગઠને ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) સાથે જોડાયેલા ૧,૨૫,૦૦૦ ખાતાંઓ બંધ કરવાની જાહેરાત કરી હતી. ખાતાંઓને બંધ કરવાની સાથે સાથે ટ્વિટરની ગ્લોબલ પબ્લિક પોલિસી ટીમને એ તમામ સંગઠનો સાથે પોતાની ભાગીદારી વધારી છે. તો ઓનલાઈન હિંસક આતંકવાદીઓ પાસેથી મોરચો લઈ રહ્યા છે.

ટ્વિટરે ખુદને આતંકવાદ, જાતિવાદ કે અલગાવવાદ માટેનું મંચ બનતું રોકવા પીપલ અગેઇન્સ વાયલન્ટ એસ્ક્ટ્રિમિઝમ તથા લુમેન પ્રોજેક્ટ જેવા સમૂહો સાથે પણ કામ કર્યું છે. ટ્વિટરે હિંસાના પ્રચાર વિરુદ્ધ સ્પષ્ટ નિયમો બનાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.