Abtak Media Google News

પ્રતિનિયુક્તિી અન્ય કચેરીમાં ફરજ બજાવતા રાજકોટ જિલ્લાનાં કર્મચારીઓના નામનો રોસ્ટર રજીસ્ટરમાં ઉલ્લેખ જ ન હોવા છતાં અધિક કલેકટરે તેને પ્રમાણીત કરી નાખ્યું: મહેસુલ વિભાગે છબરડાને ગંભીર ગણાવી સાંજ સુધીમાં રિપોર્ટ સબમીટ કરવાનો આદેશ આપ્યો

રાજકોટ જિલ્લા અધિક કલેકટરના છબરડાી રાજયભરના કલાર્ક અને તલાટીના પ્રમોશનો અટકયા હોવાનો ચોકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્રતિનિયુક્તિી અન્ય કચેરીમાં ફરજ બજાવતા રાજકોટ જિલ્લાના કર્મચારીઓના નામનો રોસ્ટર રજીસ્ટરમાં ઉલ્લેખ ન હોવા છતાં અધિક કલેકટરે તેને પ્રમાણીત કરી નાખી મોટી ભુલ કરી હતી. આ ભુલને મહેસુલ વિભાગે ગંભીર ગણાવીને સાંજ સુધીમાં રિપોર્ટ સબમીટ કરવાનો આદેશ કર્યો છે. જેના પગલે સમગ્ર વહીવટી તંત્ર દોડતું ઈ જવા પામ્યું છે.

જિલ્લા કલેકટર કચેરીના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજયના તલાટીઓ અને કલાર્કોને નાયબ મામલતદારના પ્રમોશન આપવાની તૈયારીઓ મહેસુલ વિભાગ દ્વારા ચાલી રહી છે. આ દરમિયાન તમામ જિલ્લામાંથી મહેસુલ વિભાગે કર્મચારીઓના સીઆર સહિતની વિગતો મંગાવી હતી. આ પ્રક્રિયામાં કર્મચારીઓના રોસ્ટર રજિસ્ટર તૈયાર થયા બાદ અંતિમ તબકકે અધિક કલેકટરે તેને પ્રમાણીત કરવાના હોય છે.

પ્રમાણિત યા બાદ આ રજિસ્ટર સંપૂર્ણ સાચુ છે તેવું માનીને મહેસુલ વિભાગ દ્વારા પ્રમોશનની કાર્યવાહી હા ધરવામાં આવતી હોય છે પરંતુ રાજકોટ જિલ્લાના રોસ્ટર રજિસ્ટરમાં પ્રતિનિયુક્તિ પામીને અન્ય કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો ન હતો. તેમ છતાં ગત તા.૧૮ એપ્રીલના રોજ રાજકોટ જિલ્લાના અધિક કલેકટર પરિમલ પંડયાએ આ રજિસ્ટરને પ્રમાણીત કરી નાખ્યું હતું અને મહેસુલ વિભાગમાં તેને મોકલી આપ્યું હતું.

મહેસુલ વિભાગમાં ચકાસણી હાથ ધરવામાં આવતા રાજકોટ તેમજ દાહોદ અને બનાસકાંઠામાં પણ આજ રીતનો છબરડો સામે આવ્યો હતો. જિલ્લા અધિક કલેકટરે અતિ મહત્વના ગણાતા રજિસ્ટર ઉપર તકેદારીનો અભાવ રાખીને તેને પ્રમાણીતની મહોર મારી દીધી હોવાના બનાવની સરકારે ગંભીર નોંધ લીધી છે. મહેસુલ વિભાગે વહીવટી તંત્રને પત્ર લખી જણાવ્યું છે કે, આ ગંભીર ભુલના કારણે કલાર્ક, મહેસુલી તલાટી, સવર્ગમાંથી નાયબ મામલતદારના સવર્ગમાં મોટી સંખ્યામાં બઢતી આપવા માટે સરકારે આરંભેલી કામગીરી આગળ વધી શકી નથી.

હવે ભારપૂર્વક જણાવવાનું કે આપના જિલ્લાની ૧-૧-૨૦૧૯ની સ્થિતિ હૈયાત હોય તેવા પ્રતિનિયુક્તિી ફરજ બજાવતા નાયબ મામલતદારના રોસ્ટરની માહિતી ફરી વાર ચકાસી કોઈપણ નાયબ મામલતદારનું કામ બાકી રહેતુ ની તે નકકી કરી જો કોઈ ફેરફાર હોય તો ૩૦ મે સુધીમાં સાંજના ૪ વાગ્યા સુધીમાં અચુક મોકલી આપવાનું રહેશે તેવો પત્ર રેવન્યુ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી દિલીપ ઠાકરે કલેકટરને સંબોધીન લખ્યો હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.