Abtak Media Google News

ધોરાજીમાં છેલ્લા ચાર માસથી મામલતદાર કચેરીમાંથી નીકળતા આધારકાર્ડની કામગીરી સદંતર બંધ પડેલ છે.

જે બાબતે ઘણીવાર રજુઆતો થવા છતાં આધારકાર્ડની કામગીરી ચાલુ કરવામાં આવતી નથી અને પોસ્ટઓફિસ અને બેન્કમાં કામગીરી ચાલુ હોય તેવું જણાવી દેવામાં આવે છે. જયારે કે સરકારની હાલની ગરીબલક્ષી એવી ઘણી યોજનાઓ આવેલ હોય અને બેન્કમાં અને પોસ્ટ ઓફિસમાં લોકો ધકકા ખાતા હોય તેમજ બેન્ક અને પોસ્ટઓફિસમાં માત્ર બે કલાક જ આ કામગીરી થતી હોય તેમજ બેન્ક અને પોસ્ટ ઓફિસવાળાઓ આ કામમાં લાગતા કાગળોથી વધારે એકસ્ટ્રા કાગળો માંગતા હોય જેવી રીતે જેથી આ સામાન્ય પ્રજા હેરાન પરેશાન થતી હોય અને વધુ ભાગના લોકો ગામડાઓથી આવતા હોય જેથી અવાર-નવાર ધકકા ખાઈ અને કાગળો લેવા માટે પાછા જવુ પડતું હોય છે.

હાલની ઉજજવલા યોજનામાં આધારકાર્ડ ફરજીયાત હોય ત્યારે આધારકાર્ડ ન હોવાના કારણે યોજનાના લાભાર્થીઓ લાભથી વંચિત રહેતા હોય તેમજ સરકારે કેરોસીન બંધ કરી દેતા અને માત્ર ૪ લીટર રેશનકાર્ડ દીઠ મળતું હોય અને તેમાં લોકોનું પુરુ ન થતું હોય તે કારણે લોકોને આ ઉજજવલા યોજનાનો લાભ લેવો ફરજીયાત બની જાય છે. પરંતુ બેન્કોમાં અને પોસ્ટ ઓફિસમાં માત્ર ગણતરીના ટોકનો આપી તેટલા જ લોકોનો વારો લેવામાં આવતો હોય.

તો આટલી મોટી સંખ્યામાં અરજદારોને હેરાન થવા સિવાય બીજુ કાંઈ ભાગમાં આવતું નથી અને આ ઉજજવલા યોજના માત્ર મહિલાઓના નામે મળતી હોય તેમને જ આ અસુવિધાનો ભોગ બનવું પડે છે અને મહિલાઓ આ આધારકાર્ડ વગર ઉજજવલા યોજનાનો લાભ ન મળતા તેઓ શું કરવું તેની અવઢવમાં મુકાઈ છે તો આ બાબતે લાગતા વળગતા અધિકારીઓએ અને સરકારે આધારકાર્ડની કામગીરી મામલતદાર કચેરીમાં ફરીથી ચાલુ કરવા સામાજીક કાર્યકર આરીફ એસ.ભેસાણ્યાની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.