મોરબીમાં સિલ્વર પાર્ક સોસાયટીના મકાનમાંથી રૂ.૫.૩૯ લાખની ચોરી

167

પરિવાર રાત્રે ઘરને તાળુ મારી અગાસી પર સુવા ગયો ત્યાં તસ્કરો હાથ સાફ કરી ગયા

મોરબીમાં નવલખી ફાટક પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં રાત્રે તસ્કરોએ હાથ ફેરો કરીને રૂ.૫.૨૪ લાખની રોકડ સહિત રૂ.૫.૩૯ લાખની ચોરી કરી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ નવલખી ફાટક નજીક આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા ઉદયસિંહ કરશનભાઇ જાદવ પોતાના બે માળના મકાનમાં નીચે તાળું મારી પરિવાર સાથે રાત્રે ઉપર સુતા હતા. ત્યારે તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ રૂ.૫,૨૪,૫૦૦ની રોકડ , રૂ.૧૦ હજારના સોના -ચાંદીના દાગીના અને ટીવી મળી કુલ રૂ ૫,૩૯,૫૦૦ની ચોરી કરી હતી.

આ મામલે ઉદયસિંહ જાદવે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ઇન્સ્પેકટર ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યા છે.

 

 

Loading...